1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ,3007 ઓમિક્રોન વેરીઅન્ટના કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ,3007 ઓમિક્રોન વેરીઅન્ટના કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ,3007 ઓમિક્રોન વેરીઅન્ટના કેસ

0
Social Share
  • ભારતમાં કોરોનાની લહેર
  • એક લાખથી વધારે કોરોનાના  કેસ
  • 3000થી વધારે ઓમિક્રોનના કેસ

દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે પોઝિટિવ કેસનો અંક ફરી 1 લાખ થી વધ્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,17,100 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  30,836 લોકોએ કોરોનાને હાર આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 302 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

હાલમાં ભારતમાં કુલ 3,71,363  એકટિવ કેસ છે જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 3,43,71,845 લોકો ડિસ્ચાર્જ થયા છે અને  ભારતમાં  કુલ 4,83,178 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં કુલ 149.66 કરોડ વેક્સિન ના ડોઝ અપાઈ ચૂક્યા છે. પોઝિટિવ રેટ 7.74% એ પહોચ્યો છે.

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનનું સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી માં 3007 ઓમિક્રોનના કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે 1199 લોકો ઓમિક્રોન થી સ્વસ્થ થઈ ચૂક્યા છે. ભારતમાં ઓમિક્રોન વેરીઅન્ટના  સૌથી વધુ 876 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે દિલ્લીમાં 465 કેસ અને ગુજરાતમાં 204 કેસ નોંધાયા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code