1. Home
  2. ગુજરાતી
  3. ભારતે ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો તુર્કી મોકલ્યો – તુર્કીમાં ભૂંકપથી સર્જાયો વિનાશ
ભારતે ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો તુર્કી મોકલ્યો – તુર્કીમાં ભૂંકપથી સર્જાયો વિનાશ

ભારતે ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો તુર્કી મોકલ્યો – તુર્કીમાં ભૂંકપથી સર્જાયો વિનાશ

0
Social Share
  • ભારતે તુર્કીને ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલ્યો
  • તુર્કીમાં ભૂકંપથી વિનાશ

દિલ્હીઃ તુર્કીમાં આવેલા ભૂકંપથી વિનાશ સર્જાયો છે અંદાજે 4 હજારથી વધુ લોકોના જીવ ગયા છએ ત્યારે હાલ પણ ઘણા લોકો કાટમાણમાં દબાયા છએ તો કેટલાક મૃતદેહો કાઢવામાં મુશ્કેલીઓ સર્જાય રહી છએ આવી સ્થિતિમાં ભારત તુર્કીની મદદે આગળ આવ્યું છે.

જાણકારી પ્રમાણે ભારત દ્રારા ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો તુર્કી મોકલવામાં આવ્યો છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાતના કલાકો પછી, ભારતે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ માલ તુર્કી મોકલ્યો છે.જેમાં માહિતી અનુસાર, પ્રશિક્ષિત ડોગ અને જરૂરી સાધનો સાથે 100 સભ્યોની બે NDRF ટીમોને ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં શોધ અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે. આ સાથે પ્રશિક્ષિત ડોકટરો અને પેરા મેડીકની ટીમ પણ જરૂરી દવાઓ સાથે રવાના કરવામાં આવી છે.

 વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આપેલ જાણકારી પ્રમાણે ભારતે આ રાહત સામગ્રીમાં વિશેષજ્ઞ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની શોધ અને બચાવ ટીમ પણ રવાના કરી  છે. આ ટીમમાં  પુરૂષ અને સ્ત્રી બંને કર્મચારીઓ, ઉચ્ચ કુશળ ડોગ સ્ક્વોડ, તબીબી પુરવઠો, અદ્યતન ડ્રિલિંગ સાધનો અને રાહત પ્રયત્નો માટે જરૂરી અન્ય જટિલ સાધનોનો સમાવેશ થાય છે

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ વિતેલા દિવસે તુર્કીને મદદ કરવાની જાહેરાત કરી હતી ત્યારે બાદ આ બાબતે બેઠક પણ યોજાઈ હતી તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ભારત સરકારે ભૂકંપગ્રસ્ત તુર્કીમાં તાત્કાલિક નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ  શોધ અને બચાવ ટીમો, તબીબી ટીમો અને રાહત સામગ્રી મોકલવાનો નિર્ણય લીધો હતો.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code