
નવી દિલ્હીઃ સરકારી બેંકોએ બાકી ધિરાણમાંથી રૂ. 1.30 કરોડની વસૂલાત કરી
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષો દરમિયાન બાકી ધિરાણમાંથી 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે લોન લેનાર પુન:ચુકવણી માટે જવાબદાર રહે છે અને લોન લેનાર પાસેથી બાકી રકમની વસૂલાતની પ્રક્રિયા સતત ચાલુ રહે છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે નાદાર જાહેર થયેલા લોકો પાસેથી નાણાં વસૂલવાની પ્રક્રિયાને સરળ બનાવવાની જરૂર છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે જો સરકાર ખાતાંધારકોની નાદારીના કારણે વસુલાત માટે સંપત્તિ જપ્ત કરવા માંગે તો પણ તેને કોર્ટની પરવાનગી મળતી નથી. પીએમસી બેંકના કેસનો ઉલ્લેખ કરતાં, નાણામંત્રીએ કહ્યું કે, સરકારે બેંક સાથે બાંહેધરી આપેલી સંપત્તિની વસુલાત માટે કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ કોર્ટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી ન હતી.