1. Home
  2. ગુજરાતી
  3. બેંગાલુરુમાં વાયુસેનાનું યુદ્ધવિમાન મિરાજ-2000 દુર્ઘટનાગ્રસ્ત, બંને પાયલટના મોત
બેંગાલુરુમાં વાયુસેનાનું યુદ્ધવિમાન મિરાજ-2000 દુર્ઘટનાગ્રસ્ત, બંને પાયલટના મોત

બેંગાલુરુમાં વાયુસેનાનું યુદ્ધવિમાન મિરાજ-2000 દુર્ઘટનાગ્રસ્ત, બંને પાયલટના મોત

0

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું મિરાજ-2000 યુદ્ધવિમાન બેંગાલુરુ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટનામાં બંને પાયલટના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના સવારે સાડા દશ વાગ્યે થઈ હતી. મહત્વપૂર્ણ છે કે ગત પાંચ દિવસમાં વાયુસેનાના યુદ્ધવિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની આ બીજી ઘટના છે. આ પહેલા ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સોમવારે વાયુસેનાનું યુદ્ધવિમાન જગુઆર ક્રેશ થયું હતું.

સવારે સાડા દશ વાગ્યે મિરાજ-2000એ બેંગાલુરુ એચએએલની એરસ્ટ્રીપ પરથી ઉડ્ડયન શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં તેમાં કોઈ ખરાબી પેદા થઈ હતી. દુર્ઘટના બાદ યુદ્ધવિમાનમાં સવાર બંને પાયલટોએ પેરાશૂટની મદદથી છલાંગ લગાવી હતી. તેમ છતાં બંને પાયલટના જીવ બચી શક્યા નથી.

આ પહેલા સોમવારે ગોરખપુરમાં ઉડાણ ભર્યા બાદ જગુઆર વિમાન કુશીનગર ખાતે એક ખેતરમાં ક્રેશ થયું તું. જો કે કુશીનગર ખાતેની જગુઆર ક્રેશ થવાની રાહતની વાત એ હતી કે આમા પાયલટને કોઈ નુકસાન થયું ન હતું. આ યુદ્ધવિમાન કુશીનગરના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ખેતરમાં તૂટી પડયું હતું અને તેને કારણે નાગરિકોને પણ નુકસાન થયું ન હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.