
- ચીન અને પાકિસ્તાનને રણીતિક સંદેશ
- લડાખ બાદ અરુણાચલ પ્રદેશમાં યુદ્ધાભ્યાસ
- ચીન બોર્ડર નજીક ઓક્ટોબરમાં યુદ્ધાભ્યાસ

નવી દિલ્હી: ભારતીય સેનાએ લડાખમાં હજારો ફૂટ ઊંચાઈ પર ચીનને લાગતી સીમા પર એક મોટો સૈન્યાભ્યાસ કર્યો છે. આ સૈન્યાભ્યાસમાં ભૂમિસેનાની સાથે વાયુસેના પણ સામેલ થશે. આ સૈન્યાભ્યાસથી આપણી સેનાએ આખી દુનિયાને પેગામ પહોંચાડી દીધો છે કે ભારતીય સેના જમીનથી લઈને આકાશ સુધી દુશ્મનને જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ યુદ્ધાભ્યાસ પાકિસ્તાન અને ચીન બંનેની ઉંઘ હરામ કરી દેશે.
લડાખમાં આ સફળ યુદ્ધાભ્યાસ બાદ હવે આગામી મહીને ઓક્ટોબરમાં અરુણચાલ પ્રદેશમાં ભારતીય સેનાની માઉન્ટેન કોર અને વાયુસેના ચીનની સીમા નજીક એક મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. હિમ વિજય નામથી આ યુદ્ધાભ્યાસ દ્વારા ભારત ખરાબ નજર રાખનારાઓને ઘણો સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે જો હમસે ટકરાયેગા, ચૂર-ચૂર હો જાયેગા.
ભારતીય સેનાનો આ યુદ્ધાભ્યાસ તેજપુરની 4 કોર્પ્સના જવાનો દ્વારા કરાઈ રહ્યો છે. પરંતુ તેના માટે પાનાગઢથી માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને લાવવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સનું તાજેતરમાં જ ગઠન કરવામાં આવ્યું છે.
ઓપરેશન હિમ વિજયમાં સામેલ થવા માટે માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને એરલિફ્ટ કરીને લાવવામાં આવશે. જવાનોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સની મદદ લેવામાં આવશે. આશા કરવામાં આવે છે કે આ યુદ્ધાભ્યાસમાં સામેલ કરવા માટે જવાનોને એરલિફ્ટ કરવા માટે વાયુસેનાના નવીનત્તમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-17, સી-130જે સુપર હર્ક્યુલર અને એએન-32નો ઉપયોગ કરવામાં આવશે.
આ યુદ્ધાભ્યાસમાં લગભગ 15 હજાર જવાનો ભાગ લેશે. આ યુદ્ધાભ્યાસ ઓક્ટોબર માસમાં કરવાની તૈયારી થઈ રહી છે.
દેશના પૂર્વ મોરચા પર ચીનની સીમા નજીક આવા પ્રકારનો યુદ્ધાભ્યાસ પહેલીવાર થઈ રહ્યો છે. તેની પૂર્વ તૈયારી પૂર્વ કમાન્ડ ગત પાંચથી છ માસથી કરી રહ્યું હતું.