1. Home
  2. Agency
  3. News
  4. ભારતીય અર્થતંત્રઃ ઑક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી 7.8 ટકા રહ્યો
ભારતીય અર્થતંત્રઃ ઑક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી 7.8 ટકા રહ્યો

ભારતીય અર્થતંત્રઃ ઑક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી 7.8 ટકા રહ્યો

0
Social Share

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – Indian Economy: GDP નાણાકીય વર્ષ 2025-26ના ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થાએ 7.8 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ દર ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલા 7.4 ટકા કરતાં વધુ છે, જે આર્થિક ગતિવિધિઓમાં વધારાનો સંકેત આપે છે.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ આજે, શુક્રવારે 2022-23 ને આધાર વર્ષ માનીને રાષ્ટ્રીય ખાતાની (નેશનલ એકાઉન્ટ્સ) નવી સિરીઝ જાહેર કરી છે. આ સાથે 2011-12 ના આધાર વર્ષ પર આધારિત જૂની સિરીઝને સત્તાવાર રીતે બદલી દેવામાં આવી છે.

ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના વિકાસ દરને પણ સુધારીને 7.4 ટકાથી વધારીને 7.6 ટકા કરવામાં આવ્યો છે. આ પહેલા જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવેલા અગાઉના અંદાજમાં વૃદ્ધિ દર 7.4 ટકા અંદાજવામાં આવ્યો હતો. ત્રિમાસિક આંકડાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જુલાઈ-સપ્ટેમ્બર 2025-26ના વૃદ્ધિ દરને 8.2 ટકાથી વધારીને 8.4 ટકા કરવામાં આવ્યો છે.

બીજી તરફ, પ્રથમ ક્વાર્ટરના આંકડામાં સુધારો કરીને વૃદ્ધિ દર 7.8 ટકાથી ઘટાડીને 6.7 ટકા કરવામાં આવ્યો છે. નવા આધાર વર્ષ સિરીઝ સાથે જારી કરાયેલા આ પ્રાથમિક આંકડા અર્થતંત્રની વર્તમાન સ્થિતિ અને તેના દરોને વધુ સચોટ અને વ્યાપક રીતે રજૂ કરે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તહેવારોની સીઝન દરમિયાન માંગમાં વધારો અને રોકાણની પ્રવૃત્તિઓમાં સુધારાથી અર્થતંત્રને વેગ મળ્યો છે. સાથે જ સરકારી મૂડી ખર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તેજીની પણ સકારાત્મક અસર જોવા મળી છે. સરકારે જણાવ્યું હતું કે નવી સિરીઝથી અર્થતંત્રની વાસ્તવિક સ્થિતિનું વધુ સચોટ મૂલ્યાંકન શક્ય બનશે.

આ પણ વાંચોઃ ગુજરાતનું ગૌરવઃ આણંદની દીકરીએ છ નવી ગેલેક્સી શોધી કાઢી ભારતીય નામો આપ્યાં

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code