નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ડ્રોન હુમલાનો ભારત યોગ્ય જવાબ આપી રહ્યું છે. દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી સાથે ડો.એસ.જયશંકરે વાત કરી હતી. તેમજ હાલની પરિસ્થિતિ અંગે અમેરિકાના વિદેશ મંત્રીને ડો.એસ.જયશંકરે માહિતગાર કરીને ભારતનું વર્તન સંયમિત અને જવાબદારી ભર્યું હોવાનું જણાવ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરતા કહ્યું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં ભારતનું વર્તન સંયમિત અને જવાબદાર રહ્યું છે. બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત એવા સમયે થઈ હતી જ્યારે પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. વાતચીત દરમિયાન, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે ભાર મૂક્યો કે બંને પક્ષોએ તણાવ ઓછો કરવો અને વાતચીત શરૂ કરવી જરૂરી છે. રુબિયોએ વાટાઘાટોમાં યુએસ સહાયની પણ ઓફર કરી હોવાનું પણ જાણવા મળે છે.