1. Home
  2. ગુજરાતી
  3. ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ 1.03 અબજ વધીને 687.26 અબજ ડોલર થયું
ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ 1.03 અબજ વધીને 687.26 અબજ ડોલર થયું

ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ 1.03 અબજ વધીને 687.26 અબજ ડોલર થયું

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ જણાવ્યું કે ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ (ફોરેક્સ રિઝર્વ) 5 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 1.03 અબજ ડોલર વધીને 687.26 અબજ ડોલર થઈ ગયું છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, આ સપ્તાહમાં સોનાનું ભંડોળ (ગોલ્ડ રિઝર્વ) પણ 1.188 અબજ ડોલર વધીને 106.984 અબજ ડોલર પર પહોંચી ગયું છે. વળી, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) માં 93 મિલિયન ડોલરની વૃદ્ધિ નોંધાઈ અને તે વધીને 18.721 અબજ ડોલર થયું છે. RBI વિદેશી મુદ્રા બજારમાં થઈ રહેલા ઉતાર-ચઢાવ પર સતત નજર રાખે છે અને જરૂર પડ્યે હસ્તક્ષેપ કરે છે, જેથી બજારની સ્થિરતા જળવાઈ રહે.

આ વર્ષે ભારતે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) માં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. સરકાર દ્વારા સંસદને આ મહિનાની શરૂઆતમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર 2025) માં કુલ FDI પ્રવાહ 50.36 અબજ ડોલર રહ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળા (43.37 અબજ ડોલર) ની તુલનામાં 16% વધુ છે. આ કોઈપણ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે.

વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે લોકસભામાં જણાવ્યું કે નાણાકીય વર્ષ 2012-13માં ભારતનો કુલ FDI પ્રવાહ 34 અબજ ડોલરથી વધુ હતો, જે વધીને 2024-25માં 80 અબજ ડોલરથી ઉપર પહોંચી ગયો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં પણ FDI પ્રવાહ મજબૂત રહ્યો. એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન કુલ FDI 18% વધીને 35.18 અબજ ડોલર થયું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નેટ FDI પ્રવાહમાં તાજેતરના વધારાનું કારણ ભારતીય કંપનીઓનું વિદેશી બજારોમાં રોકાણ વધવું અને પુનઃરોકાણ જેવા પરિબળો છે. આ વલણ દર્શાવે છે કે ભારત માત્ર વિદેશી મૂડી આકર્ષિત નથી કરી રહ્યું, પરંતુ રોકાણકારોને મજબૂત વળતર પણ આપી રહ્યું છે, જેનાથી ભારત એક વિશ્વસનીય રોકાણ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. સરકારે વેપાર વૈવિધ્યકરણ વધારવા અને રોકાણ આકર્ષિત કરવા માટે મુક્ત વેપાર સમજૂતીઓ (FTAs) નો પણ અસરકારક ઉપયોગ કર્યો છે. ભારત અત્યાર સુધીમાં 15 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTAs) અને 6 પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ્સ (PTAs) પર હસ્તાક્ષર કરી ચૂક્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code