નવી દિલ્હી: ભારતીય નૌકાદળનું સ્વદેશી રીતે નિર્મિત સર્વે જહાજ ‘ઇક્ષક’ 6 નવેમ્બરના રોજ નૌકાદળ મથક પર કાફલામાં સામેલ કરવામાં આવશે.
નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીની હાજરીમાં સર્વે શિપ (મોટા વર્ગ) ના આ ત્રીજા જહાજને ઔપચારિક રીતે નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. “ઇક્ષક” નો અર્થ માર્ગદર્શક થાય છે, એમ સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું.
સત્તાવાર નિવેદન અનુસાર, આ જહાજ ભારતની હાઇડ્રોગ્રાફિક શ્રેષ્ઠતા અને સ્વદેશીકરણ તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા શિપ પ્રોડક્શન અને વોરશિપ ઇન્સ્પેક્શન ગ્રુપ (કોલકાતા) ના દેખરેખ હેઠળ બનાવવામાં આવેલ ‘ઇક્ષક’ 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરે છે.

