
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોનાથી સંક્રમિત, થયા હોમ આઈસોલેટ
ગાંધીનગર: ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે, સંક્રમિત થયા હોવાની જાણ થતાની સાથે જ તેઓએ પોતાને હોમ આઈસોલેટ કરી લીધા છે.
ગુજરાત રાજ્યમાં કોરોનાનનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે, નવા નવા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. છેલ્લા 24 કલાકમાં 150છી વધુ કેસો આવતા તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. કોરોનાની લહેર હજુ પણ ઓછી થઈ નથી એવું માની શકાય કારણ કે દેશમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસનો આંક ૧૫૦ને પાર થયો હોય તેવું ૧ માર્ચ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા ૧૧ દિવસમાં જ રાજ્યમાંથી કુલ ૯૧૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.