1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં મોંઘવારીનો માર – એલપીજી સિલેન્ડરના ભાવમાં ફરી 100 રુપિયાનો વધારો ઝિંકાયો
દેશમાં મોંઘવારીનો માર – એલપીજી સિલેન્ડરના ભાવમાં ફરી 100 રુપિયાનો વધારો ઝિંકાયો

દેશમાં મોંઘવારીનો માર – એલપીજી સિલેન્ડરના ભાવમાં ફરી 100 રુપિયાનો વધારો ઝિંકાયો

0
Social Share
  • એલપીજી સિલેન્ડરના ભાવમાં વધારો થયો
  • દિલ્હી સહીતના વિસ્તારમામં વધ્યા ભાવ

દિલ્હીઃ- દેશભરમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે.પેેટ્રોલ ડીઝલથી લઈને ખાદ્ય ચીજ વસ્ચતુઓના ભાવ તથા તેલનાન ભાવ આસમાને પહોચ્યા છે તો બીજી તરફ રોજંદા વપરાશના શાકભાજી દાળ કઠઓળ પણ મોંધાય થયા છે આવી સ્થિતિમાં જનતાના ખિસ્સામાં વધુ ભાર પડ્યો છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી એટલે કે 1 મેથી 100 રૂપિયાથી વધુનો વધારો થયો છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને રાહત મળી છે. ગયા મહિને એટલે કે 1 એપ્રિલના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

જાણો જૂદા જૂદા મહાનગરોમાં વધેલા ભાવ

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન  પ્રમાણે, દિલ્હીના લોકોએ આજથી 19 કિલોના એલપીજી સિલિન્ડર માટે 2355.50 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા તેની કિંમત માત્ર 2253 રૂપિયા હતી. તે જ સમયે, કોલકાતામાં તેની કિંમત 2351 રૂપિયાથી વધીને 2455 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 2205 રૂપિયાના બદલે હવે 2307 રૂપિયા ખર્ચવા પડશે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2406 રૂપિયાથી વધીને 2508 રૂપિયા થઈ ગઈ છે.

આ ભાવ વધારા સાથે નવા ભાવ આ પ્રમાણે રહેશે

તે જ સરાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, સબસિડી વિનાના 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 949.5 રૂપિયા છે. આ સિવાય કોલકાતામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 976 રૂપિયા, મુંબઈમાં 949.50 રૂપિયા અને ચેન્નાઈમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત હવે 965.50 રૂપિયા છે. તે જ સમયે, લખનૌમાં ઘરેલુ એલપીજીની કિંમત 987.50 રૂપિયા છે, જ્યારે પટનામાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1039.5 રૂપિયા છે. 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code