Homeગુજરાતીશાહરૂખ ખાન અને કાજોલ ટૂંક સમયમાં ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા...

શાહરૂખ ખાન અને કાજોલ ટૂંક સમયમાં ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે

  • શાહરુખ ખાન-કાજોલની જોડી ફરી એકવાર જોવા મળી શકે છે મોટા પડદા પર
  • આ ફિલ્મમાં સાથે કરી શકે છે કામ
  • બંને કલાકારો કરણ જોહરની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે 

મુંબઈ:બોલિવૂડનું સૌથી પ્રખ્યાત ઓનસ્ક્રીન કપલ શાહરૂખ ખાન અને કાજોલ ટૂંક સમયમાં ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે. બંને કલાકારો કરણ જોહરની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ અને કાજોલ ફિલ્મમાં કરણની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે.કરણની આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,શાહરૂખ કરણ જોહર માટે મુંબઈમાં શૂટિંગ કરવા માટે તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી એક દિવસની રજા લઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં બંનેનું કોઈ ખાસ ગીત હશે કે સીન હશે તે હજુ નક્કી નથી.હાલમાં જ કરણે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથેની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી હતી.કરણે કહ્યું હતું કે,આ ફિલ્મ આવતા વર્ષે 10 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

કાજોલ અને શાહરૂખ છેલ્લે 2015માં આવેલી ફિલ્મ દિલવાલેમાં જોવા મળ્યા હતા.આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું હતું. કમજોર કહાનીને કારણે લોકોને આ ફિલ્મ પસંદ આવી નથી.આ ફિલ્મમાં વરુણ ધવન, કૃતિ સેનને પણ કામ કર્યું હતું.આ ફિલ્મે સંજય લીલા ભણસાલીની બાજીરાવ મસ્તાની સાથે સ્પર્ધા કરી હતી.આ લડાઈમાં સંજયે શાહરૂખની ફિલ્મને પરાજય આપ્યો હતો.રણવીર સ્ટારર બાજીરાવ મસ્તાનીએ બોક્સ ઓફિસ પર 180 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

આ બીજી વખત છે જ્યારે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. આ પહેલા બંનેએ સુપરહિટ ફિલ્મ ગલી બોયમાં સાથે કામ કર્યું હતું. ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular