1. Home
  2. ગુજરાતી
  3. અંતરિક્ષમાં 90 દિવસ સુધી રહ્યા બાદ ત્રણ ચીની અંતરિક્ષ યાત્રીઓ પરત ફર્યા, બનાવ્યો આ રેકોર્ડ
અંતરિક્ષમાં 90 દિવસ સુધી રહ્યા બાદ ત્રણ ચીની અંતરિક્ષ યાત્રીઓ પરત ફર્યા, બનાવ્યો આ રેકોર્ડ

અંતરિક્ષમાં 90 દિવસ સુધી રહ્યા બાદ ત્રણ ચીની અંતરિક્ષ યાત્રીઓ પરત ફર્યા, બનાવ્યો આ રેકોર્ડ

0
  • અંતરિક્ષમાં 90 દિવસ સુધી રહ્યા બાદ ચીની અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા
  • આ અંતરિક્ષ યાત્રીઓએ બે વાર સ્પેસ વૉક કરરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે
  • સૌથી લાંબા સમય સુધી ચાલક દળ તરીકે ત્રણ મહિનામાં અંતરિક્ષમાં પસાર કર્યા

નવી દિલ્હી: અંતરિક્ષમાં 90 દિવસનો સમય વ્યતિત કર્યા બાદ ચીનના ત્રણ અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. પોતાના ત્રણ મહિનાના મિશનને પૂર્ણ કરીને અને બે વાર સ્પેસ વૉક કરીને ત્રણેયે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેમણે ચાઇના માટે સૌથી લાંબા સમય સુધી ચાલક દળ તરીકે ત્રણ મહિનામાં અંતરિક્ષમાં પસાર કર્યા.

ચીનની માનવીય અવકાશ એજન્સી CMSA અનુસાર શેનઝોઉ-12 માનવયુક્ત અંતરિક્ષ યાન, ત્રણેય અંતરિક્ષ યાત્રીની હેશેંગ, લિયુ બોમિંગ અને તાંગ હોંગબોને લઇને ઉત્તરી ચીનના આંતરિક મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રમાં ડોંગફેંગ ઉતરાણ સાઇટ પર ઉતર્યા.

અગાઉ આજે સવારે ચીનની સત્તાકીય ન્યૂઝ એજન્સી Xinhua  આ સમગ્ર ઘટના ક્રમને ટ્રેક કરી રહ્યુ હતુ, તેમણે જણાવ્યુ હતુ કે કેપ્સૂલ પૃથ્વીના વાતાવરણમાં ઈન્ટર કરી ચૂકી છે અને આનુ મુખ્ય પેરાશૂટ યોગ્ય રીતે ડિપ્લોય થઈ ગયુ અને આ ધીમી ગતિથી આવી રહ્યુ છે.

શેનઝોઉ-12 વાપસી મૉડ્યુલ સ્થાનિક સમયાનુસાર બપોરે લગભગ 1 વાગે અંતરિક્ષ યાનના પ્રોપેલેન્ટથી અલગ થઈ ગયુ, પ્રોપેલેન્ટ બળી ગયુ કેમ કે આ રિટર્ન કેબિનથી અલગ થયા બાદ પૃથ્વીના વાયુમંડળથી થઈને પસાર થશે.

નોંધનીય છે કે, ચીને જૂનમાં શેનઝોઉ-12 મિશન લોન્ચ કર્યુ હતુ. જેમાં ત્રણ અંતરિક્ષ યાત્રીઓને સ્પેસમાં મોકલ્યુ જેથી તે ત્યાં જઈને સ્પેસ સ્ટેશનના નિર્માણાધીન કાર્યને કરી શકે. જેમાં તેમને ત્રણ મહિનાનો સમય લાગ્યો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.