1. Home
  2. ગુજરાતી
  3. ચીનની ચાલ, હવે બનાવી રહ્યું છે સૌથી મોટા મિસાઇલ બંકરો, વિશ્વના અનેક દેશો થયા ચિંતાતુર
ચીનની ચાલ, હવે બનાવી રહ્યું છે સૌથી મોટા મિસાઇલ બંકરો, વિશ્વના અનેક દેશો થયા ચિંતાતુર

ચીનની ચાલ, હવે બનાવી રહ્યું છે સૌથી મોટા મિસાઇલ બંકરો, વિશ્વના અનેક દેશો થયા ચિંતાતુર

0
Social Share
  • ચાલબાઝ ચીનની નવી ચાલ
  • હવે મોટા પાયે બનાવી રહ્યું છે મિસાઇલના બંકરો
  • તેનાથી પરમાણું પ્રતિસ્પર્ધા વધવાનો ડર

નવી દિલ્હી: ચાલબાઝ ચીન પણ પોતાની પરમાણુ ક્ષમતાઓને વિકસિત અને વિસ્તારી રહ્યું છે અને હવે ચીને એક એવું પગલું ભર્યું છે જેનાથી અનેક દેશો ચિંતાતુર છે. ચીન પર એવી શંકા છે કે ચીને ઉત્તરી મધ્ય ચીનના યુમેન, હામી અને ઓર્દોમમાં મોટા મિસાઇલ બંકરો બનાવ્યા છે.

અમેરિકન થિંક ટેંક ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટે આ બાબતનો ખુલાસો કર્યો છે. તેમણે પ્લેનેટ લેબ્સ અને મેક્સાર ટેક્નોલોજી દ્વારા ઉપલબ્ધ કરાવેલા ફોટાના માધ્યમથી આ દાવો કર્યો છે. કેટલીક તસવીરોમાં આ મિસાઇલ સાઇલો જોઇ શકાય છે. FASનો દાવો છે કે એશિયાઇ દેશ 300 નવા મિસાઇલ સાઇલો બનાવી રહ્યું છે. જે ઝડપી ગતિએ તેનું નિર્માણ થઇ રહ્યું છે તેના પરથી એક વાત માની શકાય કે ચીની સેનાના અત્યાધુનિકીકરણ કાર્યક્રમથી તે સંબંધિત છે.

FAS રિપોર્ટ અનુસાર આ ચીનનું અભૂતપૂર્વ પરમાણુ નિર્માણ છે. આનાથી ચીન દ્વારા ન્યૂનત્તમ સ્તર પર પરમાણું ઉપયોગ કરવા માટે અને તેમની નીતિઓ અંગે સવાલ પેદા થઇ રહ્યા છે. મિસાઇલ સાઇલો ફિલ્ડ બનાવવામાં હજુ સમય લાગશે પરંતુ ચીન તેનો ભાવિમાં કઇ રીતે ઉપયોગ કરે છે તે જોવાનું રહેશે.

FASને એ ડર પણ સતાવી રહ્યો છે કે જે ગતિથી ચીન આ બંકરોનું નિર્માણ કાર્ય આગળ ધપાવી રહ્યું છે તેનાથી આગામી સમયમાં પરમાણું પ્રતિસ્પર્ધા વધી શકે છે. આ વર્ષે જૂન માસમાં સાઇલો ફીલ્ડ અંગે જાણકારી મળી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code