
- ભારતને ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી બીજા છ રફાલ મળશે
- ત્રણ રફાલ ફ્રાન્સના માર્સેલીના એરબેઝથી ઉડાન ભરશે
- બીજા ત્રણ રફાલની ખેપ જાન્યુઆરી 2022માં ભારતમાં અંબાલા ખાતેના એરબેઝ પર આવશે
નવી દિલ્હી: એર-ટૂ-એર મિસાઇલ, ફ્રીકવન્સી જામર્સ અને એડવાન્સ કમ્યુનિકેશન્સથી સજ્જ એવા લડાકૂ વિમાન રફાલની આગામી ખેપ ભારતને 2 મહિનામાં મળી જાય તેવી સંભાવના છે. ત્રણ રફાલ ફ્રાન્સના માર્સેલીના ઉત્તર-પશ્વિમે આવેલા એરબેઝ પરથી ઉડાન ભરીને ડિસેમ્બરમાં ભારત પહોંચશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બીજા ત્રણ રફાલની ખેપ જાન્યુઆરી 2022માં ભારતમાં અંબાલા ખાતેના એરબેઝ પર આવશે. ફ્રાન્સના માર્સેલીની ઉત્તર પશ્વિમે આવેલા એરબેઝમાં ઉત્પાદક દસો એવિયેશને રફાલ લડાકૂ વિમાનમાં ભારતલક્ષી જરૂરિયાતો અનુસાર સગવડો કરી છે.
ભારતીય વાતાવરણને અનુકૂળ હોય તે પ્રકારે લડાકૂ વિમાનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાલના 30 રફાલના કાફલામાં પણ આગામી વર્ષે આ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે. ભારતમાં આવે પહોંચેલા રફાલ અત્યારે અંબાલામાં છે અને તે પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ છે. રફાલ બીજે હાશિમપોરામાં તૈનાત કરાયા છે જે પૂર્વી ક્ષેત્રે કોઇપણ પ્રકારના અવરોધો કે પડકારનો સામનો કરવા માટે સજ્જ છે.
લડાકૂ વિમાન રફાલ પાસે સકાલ્પ એર મિસાઇલ હશે. તે 300 કિ.મી.ની રેન્જમાં દુશ્મનને લક્ષ્યાંક બનાવી શકશે. તેની સાથે હેમર પ્રીસીઝન 60 કિ.મીની રેન્જમાં દુશ્મના કોઇપણ પ્રકારના લક્ષ્યાંકને નષ્ટ કરવા માટે કાબેલિયત ધરાવે છે.
નોંધનીય છે કે, ભારતીય વાયુ સેના 36 લડાકૂ રફાલ વિમાન ઉપરાંત ડિસેમ્બરના અંત સુધીમાં રશિયા પાસેથી બે એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ મેળવી લેશે.