1. Home
  2. ગુજરાતી
  3. આ દેશમાં હવે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ચોથો બૂસ્ટર ડોઝ મળશે
આ દેશમાં હવે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ચોથો બૂસ્ટર ડોઝ મળશે

આ દેશમાં હવે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ચોથો બૂસ્ટર ડોઝ મળશે

0
Social Share
  • ઇઝરાયલના લોકોને હવે ચોથો ડોઝ અપાશે
  • ચોથા બૂસ્ટર ડોઝને અપાઇ મંજૂરી
  • નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને મળશે ડોઝ

નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. આ નવા વેરિએન્ટના પણ ઝડપથી કેસો વધી રહ્યા છે. સ્પેન, અમેરિકા સહિત તમામ દેશો કોવિડની ભયંકર અસરનો સામનો કરી રહ્યા છે. જો કે કેટલાક દેશોમાં કોવિડની રસીની અસર પર સતત સંશોધન ચાલી રહ્યું છે.

આ વચ્ચે ઇઝરાયલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોવિડ સામેની લડતમાં એક કદમ આગળ વધતા ઇઝરાયલે પોતાના નાગરિકોને ચોથા બૂસ્ટર શોટની ભેટ આપી છે. ઓમિક્રોન વેરિએન્ટના વધતા જતા કેસો વચ્ચે ચોથા બૂસ્ટર શોટને મંજૂરી આપનારો ઇઝરાયેલ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

આ મંજૂરી વિશે વાત કરતા આરોગ્ય મંત્રાલયના મહાનિર્દેશક નચમન એશે કહ્યું કે, આજે મેં નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ચોથો બૂસ્ટર શોટ મંજૂર કર્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશની નબળી રોગપ્રતિકારક શક્તિ માટે ચોથી વેક્સિન સહિત અન્ય રસીઓના ફાયદા દર્શાવે છે. આ લોકો ઓમિક્રોન દરમિયાન સૌથી વધુ જોખમમાં છે. આરોગ્ય અધિકારીઓએ ગુરુવારે 4,000 થી વધુ નવા કેસ નોંધ્યા છે. જે સપ્ટેમ્બર પછી જોવા મળ્યા નથી.

બીજી તરફ વડા પ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે ઇઝરાયેલ જેણે સામાન્ય લોકોને રસીનો ત્રીજો ડોઝ ઓફર કર્યો હતો. આ દેશ હવે ચોથી વેક્સિન શૉટ માટે ટ્રેલબ્લેઝર હશે. તેમણે કહ્યું કે નાગરિકોને ચોથી રસી આપનારા દેશોમાં ઈઝરાયેલ મોખરે રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code