1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનનો મિત્રતા ધર્મ, ભારતને 1,000 વેન્ટિલેટર-ઓક્સિજન જનરેટર મોકલ્યા
બ્રિટનનો મિત્રતા ધર્મ, ભારતને 1,000 વેન્ટિલેટર-ઓક્સિજન જનરેટર મોકલ્યા

બ્રિટનનો મિત્રતા ધર્મ, ભારતને 1,000 વેન્ટિલેટર-ઓક્સિજન જનરેટર મોકલ્યા

0
Social Share
  • બ્રિટનથી 1,000 વેન્ટિલેટર-ઓક્સિજન જનરેટર ભારત પહોંચ્યા
  • આ સાથે બ્રિટને ભારત સાથેનો મિત્રતા ધર્મ નિભાવ્યો
  • આયરલેન્ડના બેલફાસ્ટથી આ મેડિકલ ઉપકરણો ભારત પહોંચાડાયા

નવી દિલ્હી: કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વચ્ચે એક સકારાત્મક સમાચાર પણ પ્રાપ્ત થઇ રહ્યા છે. દેશના 180 જીલ્લામાં એક સપ્તાહથી કોરોનાના એક પણ નવા કેસ સામે નથી આવ્યા. તેમાં જ 18 જીલ્લામાં 14 અને 54 જીલ્લામાં 21 દિવસથી એક પણ નવા કેસ નોંધાયા નથી.

કોરોનાના આ સંકટકાળમાં ભારતની વ્હારે અનેક દેશ આવ્યા છે. જેમાં બ્રિટનથી ઓક્સિજન જનરેટર અને વેન્ટિલેટર ભારત પહોંચી રહ્યા છે. આર્યલેન્ડના બેલફાસ્ટ ખાતેથી 18 ટનના 3 ઓક્સિજન જનરેટર તેમજ 1,000 વેન્ટિલેટર સાથે વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાને ભારત માટે ઉડાન ભરી હતી.

યુકેથી આવેલા આ પુરવઠાને મેડિકલ ઇક્વિપમેન્ટની અછતનો સામનો કરી રહેલી દેશની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. ત્રણેય ઓક્સિજન જનરેટરમાંથી પ્રત્યેક જનરેટર પ્રતિ મિનિટ 500 લીટર ઓક્સિજનનુ ઉત્પાદન કરવા સક્ષમ છે. જે એક સમયે 50 લોકો માટે પર્યાપ્ત છે.

આપને જણાવી દઇએ કે FCDO અનુસાર એરપોર્ટના કર્મીઓએ આખી રાત મહેનત કરીને વિશાળકાય એન્ટોનાવ 124 વિમાનમાં જીવન રક્ષક દવાઓ લાદી હતી.

નોંધનીય છે કે, વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાનમાં જ્યારે આ મેડિકલ ઉપકરણો લાદવામાં આવ્યા ત્યારે તે સમયે ઉત્તરી આયરલેન્ડના હેલ્થ મિનિસ્ટર રોબિન સ્વાન બેલફાસ્ટ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code