- વિજ્ઞાન જગતમાં સન્નાટો છવાયો
- વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ Arecibo થયું ધ્વસ્ત
- ટેલિસ્કોપ ધ્વસ્ત થવાથી વિશ્વ અને વિજ્ઞાનને નુકસાન
વોશિંગ્ટન: વિજ્ઞાન જગતને મોટો ફટકો પડ્યો છે. વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ Arecibo ધ્વસ્ત થઇ ગયું હોવાથી વિજ્ઞાન જગતમાં સન્નાટો છવાઇ ગયો છે. પ્યૂર્ટો રિકો સ્થિત આ ટેલિસ્કોપ લાંબા સમયથી અવકાશી ગતિવિધિઓ અને ખતરાઓથી અવગત કરાવીને વૈજ્ઞાનિકોને મદદ કરતું હતું. Arecibo ટેલિસ્કોપ સમગ્ર વિશ્વ માટે અતિ મહત્વનું સ્થાન ધરાવતું હતું. તેના ધ્વસ્ત થવાથી વિશ્વ અને વિજ્ઞાનને ભારે નુકસાન પહોંચ્યું છે.
Arecibo ટેલિસ્કોપને વિશ્વભરના વૈજ્ઞાનિકો વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ માનતા હતા.
આ ટેલિસ્કોપ ધ્વસ્ત થઇ જવાથી વૈજ્ઞાનિકોને એ ચિંતા સતાવી રહી છે કે હવે ધરતી પર બેસીને અવકાશી ખતરાઓથી અવગત કરાવતું યંત્ર ખતમ થઇ ગયું. Arecibo દ્વારા વૈજ્ઞાનિકો અવકાશમાં ફરતા વિશાળ સ્પેસ રોક્સનો અભ્યાસ કરતા હતા, પ્લેનેટરી રડાર ટીમની ચીફ એની વિર્કીનું કહેવું હતું કે, Areciboનું સ્થાન બીજું કોઇ ટેલિસ્કોપ લઇ શકશે નહીં. તેનું રડાર ટ્રાન્સમીટર કોઇ ઓબ્જેક્ટની માફક લાઇટ મોકલતું જે ટકરાઇને પાછી ફરતી જેને Arecibo રેડિયો ડિશ કેચ કરતી. જેનાથી વૈજ્ઞાનિકોને એસ્ટેરોઇડની સ્થિતિ, આકાર અને સપાટી વિશે માહિતી મળતી હતી.
નોંધનીય છે કે, Areciboનું 900 ટનનું પ્લેટફોર્મ 400 મીટર નીચે રિફ્લેક્ટર ડિશ પર તૂટી પડ્યું હતું. યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશને પહેલા જ એને બંધ કરવાનું પણ એલાન કર્યું હતું.
(સંકેત)