Homeગુજરાતીબાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી, વર્ષ 2021માં મહાવિપત્તિઓ આવશે, કેન્સરનો ઇલાજ મળશે

બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી, વર્ષ 2021માં મહાવિપત્તિઓ આવશે, કેન્સરનો ઇલાજ મળશે

  • અનેક સચોટ ભવિષ્યવાણી કરનાર બાબા વેંગાની વર્ષ 2021 માટે ભવિષ્યવાણી
  • વર્ષ 2021માં સમગ્ર વિશ્વ પ્રલય અને મહાવિપત્તિઓનો સામનો કરશે
  • મજબૂત ડ્રેગન સમગ્ર માનવતા પર કબ્જો કરી લેશે

લંડન: અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના અલ કાયદાના હુમલાથી માંડીને 2004ની સુનામી જેવી કેટલીક ઘટનાઓની સચોટ આગાહી કરનારા અમેરિકી બાબા વેંગાએ કરેલી 2021ની સાલની ભવિષ્યવાણી મુજબ 2021માં પ્રલય થશે.

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના અલ કાયદાના હુમલાથી માંડીને વર્ષ 2004ની સુનામી જેવી અનેક સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવક્તા બાબા વેંગાએ કોરોના કાળમાં પ્રલયની ચેતવણી આપીને સૌ કોઇને અચંબામાં નાખી દીધા છે. 85 વર્ષની વયે વર્ષ 1996માં આ દુનિયાને અલવિદા કહેનાર બાબા વેંગાની ભવિષ્યવાણી છે કે વર્ષ 2021માં સમગ્ર વિશ્વ પ્રલય અને મહાવિપત્તિઓનો સામનો કરશે. મજબૂત ડ્રેગન સમગ્ર માનવતા પર કબ્જો કરી લેશે તેવી પણ ભવિષ્યવાણી કરી છે.

જો કે તેમણે વર્ષ 2021 માટે એક સારી ભવિષ્યવાણી પણ કરી છે. એ એ છે કે વર્ષ 2021માં કેન્સરનો રામબાણ ઇલાજ મળશે અને અમેરિકાના વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બહેરા થઇ જશે. એક એવી પણ આગાહી છે કે એક ડ્રેગન (ચીન?) સમગ્ર માનવતા પર પ્રભુત્વ જમાવી લેશે. બાલ્કન વિસ્તારના નોસ્ટ્રેડેમસ તરીકે ઓળખાતા બાબાએ કરેલી પોઝિટિવ આગાહીમાં કોરોનાના રામબાણ ઇલાજની વાત પણ હતી.

બાબા વેંગાએ એવી પણ આગાહી કરી હતી કે ત્રણ દાનવો એક થઇ જશે અને એક મજબૂત ડ્રેગન સમગ્ર માનવજાત પર કાબૂ મેળવી લેશે. વિશ્વના લોકો ધાર્મિક માન્યતાના બળે વિભાજીત થઇ જશે.

મહત્વનું છે કે, એ તોફાનમાં રહસ્યમયી રીતે પોતાની આંખો ગુમાવી ચૂકેલી બાબા વેંગા વિશે કહેવાય છે કે તે ભવિષ્ય જોઈ શકતી હતી. તેમનું નિધન 1996માં થયું. વેંગાએ મરતા પહેલા 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, 2004માં સુનામી, આફ્રિકન અમેરિકન મૂળનના વ્યક્તિનું અમેરિકા રાષ્ટ્રપ્રમુખ બનવા જેવી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી.

(સંકેત)

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular