1. Home
  2. ગુજરાતી
  3. UAE સ્થિત BAPS મંદિરને શ્રેષ્ઠ ડિઝાઇન માટે દ્વિતીય એવોર્ડ એનાયત
UAE સ્થિત BAPS મંદિરને શ્રેષ્ઠ ડિઝાઇન માટે દ્વિતીય એવોર્ડ એનાયત

UAE સ્થિત BAPS મંદિરને શ્રેષ્ઠ ડિઝાઇન માટે દ્વિતીય એવોર્ડ એનાયત

0
Social Share
  • UAEના A.P.S. હિંદુ મંદિરને પ્રતિષ્ઠિત ‘Best Interior Design Concept of the Year-2020’ એવોર્ડ એનાયત
  • કોમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઇન (CID) એવોર્ડ્ઝ અંતર્ગત મંદિરના આ એવોર્ડ પ્રાપ્ત થયો
  • સેંકડો એન્ટ્રીમાંથી પસંદ થયેલી 15 ફાઇનલ એન્ટ્રીમાં મંદિરની ડિઝાઇન પસંદ કરવામાં આવી

અબુધાબી: B.A.P.S હિંદુ મંદિર-અબુધાબી અને RSPને મિડલ ઇસ્ટનો પ્રતિષ્ઠિત ‘Best Interior Design Concept of the Year-2020’ એવોર્ડ પ્રાપ્ત થયો છે. 25મી નવેમ્બરના રોજ આયોજીત કોમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઇન (CID) એવોર્ડ્ઝ અંતર્ગત મંદિરના આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ શ્રેણીમાં ઇન્ટિરિયર ડિઝાઇનર્સ દ્વારા પ્રોજેક્ટ માટે પ્રસ્તુત કરાયેલી દૂરદર્શિતાને મહત્વ અપાયું છે. તેમાં શ્રેષ્ઠતા, નાવીન્ય અને વ્યવહારુ ઉપાયોનું મૂલ્યાંકન થાય છે. આપને જણાવી દઇએ કે સમગ્ર મિડલ ઇસ્ટમાંથી આવેલી સેંકડો એન્ટ્રીમાંથી પસંદ થયેલી 15 ફાઇનલ એન્ટ્રીમાંથી અનુકરણીય ડિઝાઇન તરીકે B.A.P.S. હિંદુ મદિરની ઇન્ટિરિયર ડિઝાઇન પસંદ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઐતિહાસિક બી.એ.પી.એસ.હિંદુ મદિરને નિર્માણ પૂર્વે જ દ્વિતીય એવોર્ડ પ્રાપ્ત થયો છે. જેનું નિર્માણ સહિષ્ણુતાની રાજધાની એવા અબુધાબી ખાતે સહસ્ત્રાબ્દિઓમાં અનન્ય તેમજ વૈશ્વિક સદ્ભાવનાના આધ્યાત્મિક રણદ્વીપ સમાન એવો આ વિશાળ પ્રોજેક્ટ કાર્યરત છે. વર્ષ 2019માં જ બી.એ.પી.એસ. હિંદુ મંદિરને ‘ધ બેસ્ટ મિકેનિકલ ડિઝાઇન’નો એવોર્ડ મિડલ ઇસ્ટના MEP Awards અંતર્ગત પ્રાપ્ત થયો છે.

આ અંગે મુખ્ય ડિઝાઇનર માઇકલ મેકગિલ અને એન્થોની ટેલરે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સાથી વ્યવસાયિક દ્વારા આધુનિક અને પરંપરાગત શૈલીના વિશિષ્ટ સમન્વયની સુંદરતાને પિછાણવી એ ખૂબ જ ઉત્તમ બાબત છે. જેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સાધુઓએ વિચારોને મૂર્તિંમત કરવામાં અદ્દભુત રીતે મદદ કરી છે.

આ મંદિરની ઇન્ટિરિયર ડિઝાઇન પરંપરાગત એક જ પથ્થરમાંથી નિર્માણ પામતા હિંદુ મંદિરની શિલ્પ-સ્થાપત્ય શૈલીથી પ્રેરિત છે.

નોંધનીય છે કે, ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અત્યારે અનેક દેશોની મુલાકાતે છે, જે અંતર્ગત અલ્પ સમય માટે ૨૬મી નવેમ્બરના રોજ પોતાની અબુ ધાબી ખાતે આવ્યા હતા. જે અંતર્ગત BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય, પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી સાથે વિદેશમાં બની રહેલા ભારત દેશના આંતરરાષ્ટ્રીય સ્તરના મંદિરનિર્માણ અંગે અગત્યની બેઠક વર્ચ્યૂઅલી યોજી કરી હતી. આ પ્રસંગે પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ BAPS હિન્દુ મંદિરના નિર્માણકાર્ય અંગે યુએઈ અને ભારત ખાતે થઈ રહેલા કાર્યોની વિગતે ચર્ચા કરી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code