1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાનું નવું લક્ષણ- જો દાંતમાં પ્રોબલેમ થતો હોઈ તો ચેતી જજો
કોરોનાનું નવું લક્ષણ- જો દાંતમાં પ્રોબલેમ થતો હોઈ તો ચેતી જજો

કોરોનાનું નવું લક્ષણ- જો દાંતમાં પ્રોબલેમ થતો હોઈ તો ચેતી જજો

0
  • કોરોનાનું નવું  લક્ષણ જોવા મળ્યું
  •   જો દાંતમાં પ્રોબલેમ થતો હોઈ તો ચેતી જજો
  • દાંતમાં થતી પ્રોબલેમથી તમને હોઈ શકે છે કોરોના
  • ન્યૂયોર્ક ટાઈમ્સના એક એહવાલમાં જાણવા મળી આ બાબત

સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સંપડાઈ ચૂક્યું છે, તો કોરોનાને લઈને  અવનવી બાબતો પણ જાણવા મળી રહી છે, ત્યારે હવે કોરોના વાયરસને લઈને એક નવું લક્ષણ પણ જોવા મળી રહ્યું છે, કોરોના વાયરસ માણસના દાંતો પર અસર કરી રહ્યો છે, ન્યૂયોર્ક ટાઈમ્સમાં રજુ કરવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે કોરોના પોઝિટિવ જોવા મળેલા કેટલાક લોકો પેઢાઓ નબળા પડવાથી લઈને દાંત સાથે જોડાયેલી સમસ્યાઓથી પીડાતા જોવા મળ્ય હતા, આ સમગ્ર ઘટના પછી વૈજ્ઞાનિકોએ તપાસ હાથ ધરી હતી કે શું ખરેખર કોરોના વાયરસ દાંતોને નબળા પાડી રહ્યો છે.

ન્યૂયોર્કની  રેહવાસી 43 વર્ષિય ફરાહ ખૌમિલીએ જણાવ્યું હતું કે,  તેમણે એક વિન્ટરગ્રીન બ્રેથ મિન્ટ પોતાના મો માં રાખી કે તરત તેઓએ દાંતમાં એક આચકો અનુભવ્યો, જ્યારે તેમણે ધ્યાનથી તપાસ કરી તો જોયું કે, એક દાંત તેમનો હલી રહ્યો છે, પહેલા તેમને આ દુખાવાનું કારણ મિન્ટ લાગ્યું, પરંતુ તેનું કારણ પાછળથી કઈક બીજુ જ જાણવા મળ્યું.

બીજા દિવસે ખૈમિલીનો એજ દુખાવા વાળો દાંત તૂટી ગયો, જેમાં ન તો દુખાવો થયો કે ન બ્લડ નીકળ્યું ,જો કે, આ સમસ્યા પહેલા ખૈમિલી કોરોના સંક્રમિત થઈ ચૂકી હતી, બસ ત્યારથી તે એક ઓનલાઈન એપ સપોર્ટ ગૃપને ફ્લો કરતી હતી જ્યા આ બમિરી અંગેના લક્ષણો અને અનુભવો રજુ કરવામાં આવ્યા હતા .

ઓનલાઈન એપ સપોર્ટ ગૃપમાં લોકોએ દાંત અંગેની ફરિયાદ શેર કરી હતી

જો અત્યાર સુધી આ બાબત ચોક્કસ પુરાવા મળ્યા નથી કે, દાંતમાં દુખાવો કે, દાંત તૂટવા કોરોનાના લક્ષણ છે, જો કે સપોર્ટ ગૃપમાં લોકો દ્વારા માહિતી શેર કરવામાં આવી હતી જેમાં આ ફરીયાદ દાંત અંગેની અનેક લોકોએ રજુ કરી હતી, કેટલાક ડોક્ટરોનું માનવું છે કે કોરોના દાંત તૂટવાનું કારણ બની શકે છે.

યુનિવર્સિટી ઓફ ઉટાહના  પિરિએડેન્ટિસ, ડો.ડેવિડ ઓકાનો કહે છે, “તે ખૂબ જ આશ્ચર્યજનક  વાત છે કે, કોઈ  પણ વ્યક્તિના દાંત અચાનક સોકેટમાંથી બહાર આવી જાય છે.” દાંતને લગતી આ સમસ્યા વધુ ગંભીર પણ હોઈ શકે છે. આ રોગમાંથી સ્વસ્થ થયા પછી પણ તે લોકોમાં લાંબા સમય સુધી તેની અસર રહે છે.

રિપોર્ટ પ્રમાણે, કોરોનાની ઝપેટમાં આવ્યા પહેલા ખૈમિલીને દાંતની સમસ્યા હતી. દાંત તુટ્યા બાદ બીજા દિવસે જ્યારે તે ડોક્ટર પાસે ગઈ ત્યારે તેને કહેવામાં આવ્યું કે, તેના પેઢામાં કોઈ પણ ઈન્ફેક્શન નથી, પરંતુ ધૂમ્રપાનને કારણે દાંતની આજુબાજુના જળબાઓ નબળા થઈ ગયા છે. ત્યાર બાદ મોટા નિષ્ણાતને બતાવવાની સલાહ આપવામાં આવી.

જો કે,  દાંતની સમસ્યા કોરોનાની ઝપેટમાં આવેલી ખૈમિલી પુરતી સિમીત નહોતી, તેના પાર્ટનર એ સોશ્યલ મીડિયા પર સર્વાઇવર કોર્પ નામના એક પેજને ફોલો કર્યું, ત્યારે અહીં તેમને જાણ થઈ કે, આ પેજ બનાવનાર ડાયના બેરંટના 12 વર્ષીય પુત્રને પણ આવી જ સમસ્યાઓ  છે. આ સાથે જ તે બાળકમાં કોવિડ -19 ના હળવા લક્ષણો જોવા મળ્યા હતા,ત્યાર બાદ તે બાળકનો એક દાંત તૂટી ગયો. ઓર્થોડેન્ટિસ્ટ કહે છે કે બાળક ખૂબ સ્વસ્થ હતું અને અગાઉ તેના દાંતમાં આવી કોઈ સમસ્યા નહોતી.

ત્યારે દાંતનું પડવું અને હળવા કોરોનાના લક્ષણો હોવા આ બન્ને બાબત લોકોના મનમાં હવે ઘર કરી ગઈ છે કે દાંત સાથે જોડાયેલી તકલીફ કોરોના સંબંધિત હોય શકે છે, જો કે, આ બાબતે કોઈ ઠોસ પુરાવા રજુ કરવામાં આવ્યા નથી.

સાહીન-

LEAVE YOUR COMMENT