
- ઓંટારિયોમાં ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશને લઇને નિર્ણય
- ઓટાંરિયોમાં ભારત સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીના પ્રવેશ પર લાગી શકે છે રોક
- ઓંટારિયો અત્યારે કોરોનાની ત્રીજી લહેરથી પ્રભાવિત છે
નવી દિલ્હી: કેનેડાની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોના વાયરસથી પ્રભાવિત કેનેડાથી ઓંટારિયો પ્રાંતમાં ભારત સહિત અન્ય વિદ્યાર્થીઓના પ્રવેશને રોકવાની તૈયારી છે. ઓંટારિયો કોરોનાની ત્રીજી લહેરથી ખૂબ જ પ્રભાવિત છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, કોરોનાની મહામારીની સ્થિતિનું આકલન કરવા માટે સરકાર ઓંટારિયોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોક લગાવવાનું વિચારી રહી છે. આ અંગે તેમણે ઓંટારિયો પ્રાંતના પ્રમુખ ડોગ ફોર્ડને અરજી કરી હતી. હાલના સમયમાં અરજી કરનારું ઓંટારિયો એક માત્ર પ્રાંત છે. અધિકારીઓ સાથે ચર્ચા બાદ તેઓ આ અરજી પર ઔપચારિક રીતે નિર્ણય લેશે.
જો કે વિદ્યાર્થીઓના પ્રવેશને લઇને અત્યારે આ સ્પષ્ટતા નથી કરાઇ કે ફેરફાર ક્યાં સુધી આવશે અને ક્યાં સુધી રહેશે. વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડાના કોવિડ 19 પ્રવાસના નિયમોમાંથી છૂટ પ્રાપ્ત છે.
નોંધનીય છે કે કેનેડા બ્યૂર ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશન અનુસાર કેનેડામાં 2020માં 5,30,540 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી હતા. જેમાં મોટા ભાગના ભારતના(34 ટકા) અને બાદમાં ચીનના 22 ટકા વિદ્યાર્થી હતા. તેમાં ઓંટારિયોમાં સૌથી વધારે 2,42,825 વિદેશી વિદ્યાર્થી છે.
(સંકેત)