
હવે અમેરિકામાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માસ્ક વગર બહાર નીકળી શકશે
- અમેરિકામાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે જાહેરાત
- આ લોકો હવે માસ્ક પહેર્યા વગર બહાર નીકળી શકશે
- તે ઉપરાંત 6 ફૂટના અંતરથી તમામ ગતિવિધિઓ કરી શકશે
નવી દિલ્હી: કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા હવે તેને માત આપતું જોઇ શકાય છે. અમેરિકામાં જેને વેક્સિન લઇ લીધી હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર અથવા 6 ફૂટના અંતરથી પોતાની ગતિવિધિઓ કરી શકશે તેવું યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનું કહેવું છે.
જો કે, અમેરિકાના જે વિસ્તારમાં હાલ વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે અથવા તો સરકારે જ્યાં હજુ પણ પ્રતિબંધ મૂકેલા છે ત્યાં આ લાગૂ નહીં થાય.
અમેરિકાના મોટા ભાગના વિસ્તારોમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમેરિકામાં મોટા ભાગે તમામ વયસ્કોને વેક્સિન આપવાનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને તાજેતરમાં જ બાળકોને વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવી છે.
સીડીસીની અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને પ્રશંસા કરી હતી કે, મને થોડા સમય પહેલા જાણ થઇ હતી કે સીડીસીએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હોય તે લોકો માટે માસ્કની અનિવાર્યતા હટાવી લીધી છે. આ એક મોટી ઉપલબ્ધિ ગણી શકાય. આપણા દેશમાં મોટા ભાગના નાગરિકોને ખૂબ જ ઓછા સમયમાં વેક્સિન આપી તેના કારણે આ શક્ય બન્યું છે.
બાઈડને કહ્યું કે, છેલ્લા 144 દિવસથી આપણા વેક્સિનેશન કાર્યક્રમે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કામ કર્યું છે. આ અનેક લોકોની આકરી મહેનતના કારણે જ સફળ થઈ શક્યું.
(સંકેત)