1. Home
  2. ગુજરાતી
  3. ક્લાઇમેટ ચેન્જને લઇને ગ્રેટા થનબર્ગે વર્લ્ડ લીડર્સ પર કટાક્ષ કર્યો, કહ્યું – તે લોકો પાસે કોઇ એક્શન પ્લાન નથી

ક્લાઇમેટ ચેન્જને લઇને ગ્રેટા થનબર્ગે વર્લ્ડ લીડર્સ પર કટાક્ષ કર્યો, કહ્યું – તે લોકો પાસે કોઇ એક્શન પ્લાન નથી

0
Social Share
  • ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે વર્લ્ડ લીડર્સની મજાક ઉડાવી
  • ગ્રેટા થનબર્ગે આ દરમિયાન .Blah…Blah…કહીને નેતાઓને ઘેર્યા હતા
  • ક્લાઇમેટ કોન્ફરન્સ દરમિયાન ગ્રેટાએ સંબોધન દરમિયાન નેતાઓ તેમજ સરકારોના ખોટા વાયદાઓ યાદ અપાવ્યા

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની ગંભીરતા પર અવાજ ઉઠાવનારી સ્વીડિશ ક્લાઇમેટ ચેન્જ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ફરી એક વખત વર્લ્ડ લીડર્સ પર નિશાન સાધ્યું છે. મિલાન ખાતે આયોજીત એક યુથ ફોર ક્લાઇમેટ કોન્ફરન્સ દરમિયાન ગ્રેટાએ સંબોધન દરમિયાન નેતાઓ તેમજ સરકારોના ખોટા વાયદાઓ યાદ અપાવ્યા હતા. ગ્રેટા થનબર્ગે આ દરમિયાન Blah..Blah…Blah…કહીને નેતાઓને ઘેર્યા હતા. ગ્રેટાનું આ ભાષણ હવે સમગ્ર વિશ્વમાં વાયરલ થઇ રહ્યું છે.

ગ્રેટાએ જણાવ્યું હતું કે, આપણે લોકોએ આશા ના છોડવી જોઇએ અને તે માટે કામ કરતા રહેવું જોઇએ. આ દરમિયાન ગ્રેટાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટિશ પીએમ બોરિસ જોનસન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોંની મજાક ઉડાવી હતી.

આ 3 નેતાઓના કોઈને કોઈ નિવેદનનો ઉલ્લેખ કરીને ગ્રેટા થનબર્ગે કહ્યું હતું કે, આપણે ધીમે ધીમે આપણી ઈકોનોમી બદલવી પડશે, આ માટે કોઈ પ્લાન બી નથી. ગ્રેટાએ કહ્યું હતું કે, કોઈ પણ પ્લાન બ્લા..બ્લા…બ્લા નથી હોતો.

ગ્રેટાએ બોરિસ જોનસનના ગ્રીન ઈકોનોમીના નારા અંગે કટાક્ષ કરતા કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો કોઈ રાજકીય એજન્ડા માટે નથી. નેતાઓ ફક્ત વાતો કરે છે અને તેમના પાસે કોઇ નક્કર પ્લાન નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code