1. Home
  2. ગુજરાતી
  3. ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 3 કોર્ટે ચૂંટણીમાં ગોટાળાના કેસ ફગાવી દીધા
ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 3 કોર્ટે ચૂંટણીમાં ગોટાળાના કેસ ફગાવી દીધા

ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 3 કોર્ટે ચૂંટણીમાં ગોટાળાના કેસ ફગાવી દીધા

0
  • અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં ગોટાળાના ટ્રમ્પના આક્ષેપો કોર્ટે ફગાવ્યા
  • ગોટાળાના આક્ષેપ સાથે ટ્રમ્પે વિવિધ રાજ્યની કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી
  • વિવિધ રાજ્યોની કોર્ટે તેમની આ પિટિશન ફગાવી દીધી છે

વૉશિંગ્ટન: અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન વિજયી બન્યા બાદ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર ન હતા અને ટ્રમ્પે ચૂંટણીમાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે અમેરિકાના વિવિધ રાજ્યોની કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જો કે હવે એક પછી એક કોર્ટ દ્વારા પિટિશન ફગાવવામાં આવી રહી છે. તેને કારણે ટ્રમ્પે ઝટકો લાગ્યો છે.

ટ્રમ્પે ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો તો કર્યા હતા પરંતુ તેઓ તેના પૂરાવા કોર્ટમાં રજૂ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. જેના કારણે કોર્ટમાં આ કેસ વધુ ટકી શકે તેવી સ્થિતિમાં જ ન હતા. જાણકારો અનુસાર, ચૂંટણી યોગ્ય રીતે યોજાઇ હતી અને જાન્યુઆરીમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેનને ચાર્જ લેતા ટ્રમ્પ રોકી નહીં શકે.

આપને જણાવી દઇએ કે એક જ સપ્તાહમાં તેઓ 3 અલગ અલગ રાજ્યોમાં પોતાના કેસ હારી ગયા છે અથવા તો કોર્ટે કેસ ફગાવી દીધા છે. એરિઝોનામાં ન્યાયાધીશે ચૂંટણીના પરિણામો જાહેર નહીં કરવાની ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની અપીલ ફગાવી દીધી છે. જ્યારે મિશિગનમાં ટ્રમ્પની ટીમે પોતાનો કેસ પાછો લઇ લીધો છે.

જ્યોર્જિયા રાજ્યની વાત કરીએ તો અહીંયા પણ એક ન્યાયાધીશે ટ્રમ્પ તરફથી ચૂંટણીના પરિણામો જાહેર કરવાની માંગણી સાથે અસમંતિ જાહેર કરી છે. જેના પગલે હવે ટ્રમ્પના કાનૂની દરવાજા પણ બંધ થઇ ગયા છે. આમ કાયદાકીય રીતે પણ ટ્રમ્પ નિષ્ફળ નિવડતા હવે જાન્યુઆરીમાં તેમણે સત્તા છોડવી પડશે તે નક્કી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT