Homeગુજરાતીમશહુર કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBની રેડ - તપાસ દરમિયાન ગાંજો...

મશહુર કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBની રેડ – તપાસ દરમિયાન ગાંજો જપ્ત કરાયો

  • મશહુર કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBની રેડ
  • એનસીબી એ રેડ પાડતા ગાંજો મળી આવ્યો
  • પતિ-પત્નીને એનસીબીએ સમન પાઠવ્યા
  • હાલ પૂછતાછ શરુ

મુંબઈ- :  ડ્રગ્સને લઈને સમગ્ર બોલિવૂડની અનેક હસ્તીઓ એનસીબીના સંકજામાં આવી રહી છે, શુસાંત રાજપૂત આત્મહત્યા કેસ બાદ ડ્રગ્સને લઈને કડક તપાસ હાથ ધરવામાં આવતા અનેક જાણીતી બોલિવૂડની મોટી-મોટી હસ્તીઓના નામ બહાર આવ્યા હતા.

આજ રોજ શનિવારે એનસીબીની ટીમ  મુંબઈમાં ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં મશહુર કોમેડિયન ભારતી સિંહના ઘરે પણ રેડ પાડવામાં આવી હતી, માહિતી મળી આવી છે કે રેડ દરમિયાન ભારતીના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો જેને એનસીબી દ્રારા જપ્ત કરવામાં આવ્યો છે, એનસીબીએ આ મામલે પતી-પત્નિ બન્નેને સમન પાઠવ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુંબઈના સર્વોસા, લોખંડવાલા અને સબર્બમાં રેડ પાડવામાં આવી હતી, ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિમ્બાચિયાને એનસીબીએ સમન પણ પાઠવ્યું છે, બન્નેને પુછપરછ માટે એનસીબીની મુંબઈ સ્થિત ઓફીસમાં લઈ જવામાં આવ્યા છે.

સાહીન-

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img