
- ફારસની ખાડીમાં અમેરિકા-ઇરાન વચ્ચે તણાવ વધ્યો
- ફારસની ખાડીમાં અમેરિકન નેવીએ ઇરાનના જહાજ પર કર્યો ગોળીબાર
- ઇરાનની સેનાના જહાજ પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્વ જહાજ પાસે આવી ગયા હતા
નવી દિલ્હી: ફારસની ખાડીમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો છે. હકીકતમાં, ફારસની ખાડીમાં ઇરાનની સેના રેવોલ્યુશનરી ગાર્ડના જહાજ પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્વ જહાજની પાસે આવી ગયા હતા. તેની સામે અમેરિકન યુદ્વ જહાજમાંથી ગોળીબાર કરી અમેરિકન સૈનિકોએ ઇરાનને ચેતવણી આપી હતી. જો કે ઇરાન દ્વારા આ ઘટના અંગે કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. આ ઘટના અંગેનો વીડિયો ફૂટેજ સામે આવ્ય છે જેમાં ગોળીબારનો અવાજ સંભળાય છે.
કોરોના મહામારી સામે દુનિયા લડી રહી છે ત્યારે પશયન ગલ્ફ સીમાં ફરી એક વખત ઈરાન અને અમેરિકા આમને સામને આવી ગયા છે. અહીંયા મોજૂદ અ્મેરિકાના એક યુધ્ધ જહાજે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસના યુધ્ધ જહાજ પર ફાયરિંગ કર્યુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મળતી વિગતો દરમિયાન પેટ્રોલિંગ કરતી વખતે ઈરાનનુ જહાજ અમેરિકન નેવીના યુધ્ધ જહાજની નજીક આવી ગયુ હતુ.
અમેરિકાએ દાવો કર્યો છે કે, અમેરિકન યુધ્ધ જહાજ યુએસએસ ફાયરબોલ્ટે ઈરાનના જહાજને વોનગ આપી હતી અને આમ છતા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસનુ જહાજ અમેરિકન યુધ્ધ જહાજની વધારે ને વધારે નજીક આવી રહ્યુ હતુ. અમારા જહાજના ૬૨ મીટરના દાયરામાં ઈરાનનુ જહાજ આવી ગયા બાદ આખરે ચેતવણી આપવા માટે ફાયરિંગ કરવું પડયુ હતુ.
અમેરિકન નૌસેનાના કહેવા પ્રમાણે યુધ્ધ જહાજે ફાયરિંગ કર્યા બાદ ઈરાનના જહાજો પાછા હટયા હતા. રિવોશ્યુનરી ગાર્ડસ દ્વારા પશયન ગલ્ફમાં બેજવાબદારીપૂર્ણ રીતે જહાજો હંકારવામાં આવતા હોય છે. જોકે ઈરાન તરફથી હજી આ બાબતે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
(સંકેત)