1. Home
  2. ગુજરાતી
  3. છેલ્લા 600 દિવસથી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને નથી કર્યો એક પણ વિદેશ પ્રવાસ, શું ઇશારો કરે છે આ વાત?
છેલ્લા 600 દિવસથી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને નથી કર્યો એક પણ વિદેશ પ્રવાસ, શું ઇશારો કરે છે આ વાત?

છેલ્લા 600 દિવસથી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને નથી કર્યો એક પણ વિદેશ પ્રવાસ, શું ઇશારો કરે છે આ વાત?

0
Social Share

નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અનેક કાર્યક્રમોમાં ગેરહાજરીને લઇને અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. અટકળોનું વધુ એક કારણ એ પણ છે કે તેઓ છેલ્લા 600 દિવસથી એક પણ વિદેશ પ્રવાસે ગયા નથી. જિનપિંગ જાહેર કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેવાથી અંતર જાળવી રહ્યા છે. તેમણે પોતાને વર્ચ્યુઅલ બેઠકો પૂરતા જ સિમિત કરી લીધા છે.

રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ શી જનપિંગ વિદેશ પ્રવાસની જગ્યાએ બીજા દેશના નેતાઓ સાથે માત્ર ફોન પર જ વાતચીત કરી રહ્યા છે. ગત શુક્રવારે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે પણ ફોન પર જ વાતચીત કરી હતી. હાલમાં જ તેમણે બ્રિક્સ દેશોના શિખર સંમેલનમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. જ્યારે કોરોના મહામારીનો પ્રકોપ ઓછો થયો છે તેમ છતાં જિનપિંગનું વિદેશ જવાનું ટાળવું એ બધુ ઠીક નથી તે તરફ ઇશારો કરી રહ્યા છે.

થોડા સમય પહેલા જિનપિંગ તિબ્બત પહોંચ્યા હતા. કોઈ પણ ચીની રાષ્ટ્રપતિનો આ પહેલો તિબ્બત પ્રવાસ હતો. આમ તો ચીન તિબ્બત પર પોતાનો દાવો ઠોક્યા કરે છે આથી આ પણ કોઈ વિદેશ પ્રવાસ કહેવાય નહીં. બીજી બાજુ અન્ય એક રિપોર્ટમાં કહેવાયું છે કે શી જિનપિંગ કોઈ વિદેશ નેતાને વ્યક્તિગત રીતે મળી રહ્યા નથી. કોઈ પણ વિદેશી નેતા સાથે ચીની રાષ્ટ્રપતિની મુલાકાતનો કાર્યક્રમ જોવા મળી રહ્યો નથી.

જો કોઈ અન્ય દેશના નેતા ચીનનો પ્રવાસ કરે તો પણ તેઓ બેઈજિંગની જગ્યાએ અન્ય શહેરોમાં પહોંચે છે. જેના લીધે જિનપિંગ સાથે તેમની મુલાકાત જરૂરી રહેતી નથી. રિપોર્ટ દર્શાવે છે કે રાષ્ટ્રપતિ જિનપિંગ હવે વધુમાં વધુ ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે. હાલમાં જ થોડા સમય પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત લગભગ 60 રાષ્ટ્રાધ્યક્ષો સાથે ટેલિફોન પર વાત કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code