![અમેરિકાના પ્રવાસ બાદ હવે પીએમ મોદી જશે ઇટલીના પ્રવાસે, G-20 સંમેલનમાં સામેલ થશે](https://www.revoi.in/wp-content/uploads/2021/09/MODI-USA.jpg)
અમેરિકાના પ્રવાસ બાદ હવે પીએમ મોદી જશે ઇટલીના પ્રવાસે, G-20 સંમેલનમાં સામેલ થશે
- અમેરિકાના સફળ પ્રવાસ બાદ હવે પીએમ મોદી ઇટલીના પ્રવાસે જશે
- ઇટલીમાં તેઓ જી-20 સંમેલનમાં ભાગ લેશે
- ત્યારબાદ તેઓ સ્કોટલેંડના ગ્લાસગોમાં કોપ 26 ક્લાઇમેટ સંમેલનમાં પણ સામેલ થશે
નવી દિલ્હી: અમેરિકાના સફળ પ્રવાસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના પ્રવાસે જવાના છે. પીએમ મોદી આગામી 29 થી 31 ઑક્ટોબરના રોજ ઇટલીના પ્રવાસે જવાના છે. ઇટલીમાં તેઓ G-20 સંમેલનમાં ભાગ લેવાના છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ઇટલીમાં જી-20 સંમેલનમાં ભાગ લીધા બાદ તેઓ યુકેની મુલાકાતે જવાના છે. ત્યારબાદ તેઓ સ્કોટલેંડના ગ્લાસગોમાં કોપ 26 ક્લાઇમેટ સંમેલનમાં પણ સામેલ થવા જઇ રહ્યાં છે. જેમાં તેઓ યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે દ્વિપક્ષીય મામલે ચર્ચા કરી શકે છે.
ગ્લાસગોમાં આગામી 31 થી 12 નવેમ્બર સુધીમાં કોપ 26 ક્લાઇમેટ સંમેલન યોજાવા જઇ રહ્યું છે. જેમાં પીએમ મોદી ભાગ લેવાના છે તે પાકકુ છે. વિદેશ સચિવે યુનાઇટેડ નેશન્સ સાથે જોડાયેલ નેશનલ કમિટમેન્ટ કોન્ટ્રીબ્યુશનને મળવા માટે ભારતની જળવાયું પ્રક્રિયાને રેખાંકિત કરી હતી.
લંડનમાં યોજાયેલી ઇન્ડિયા ગ્લોબલ ફોરમને દિલ્હીથી ડિજીટલ માધ્યમથી સંબોધિત કરતા વિદેશ સચિવ શ્રૃંગલાએ કહ્યું હતું કે, ભારત એક માત્ર એવો જી-20 દેશ છે જેણે પોતાના NDC લક્ષ્યને પૂર્ણ કર્યું છે. મહત્વકાંક્ષી લક્ષ્યોને સિદ્વ કરવા માટે વિકાસસીલ દેશોને જળવાયુ પરિવર્તનની આવશ્યકતા રહેશે.