1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિને ઉજવાશે, એકતા પરેડમાં 6 પ્લાટુન જોડાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિને ઉજવાશે, એકતા પરેડમાં 6 પ્લાટુન જોડાશે

0
Social Share

વડોદરાઃ  લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરે જન્મ જ્યંતી છે. કેવડિયા ખાતે વિસ્વમાં સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે. દેશ-વિદેશના અનેક પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળો ના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન પણ ભાગ લેશે.

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયામાં 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઊજવણી કરાશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળો ના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ 2018 પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે.બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં 76 સભ્યો ભાગ લેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવવા નીકળ્યા છે. પશ્ચિમ ભારતમાંથી બીએસએફ અને બીઓપી બિકાનેર-રાજસ્થાનથી 723 કિલોમીટરની સાઇકલ રેલી કાઢીને કેવડીયા આવી રહ્યા છે. ઉત્તર દિશાથી આઈટીબીપી, લદાખના સશસ્ત્ર દળના જવાનો 2793 કિલોમીટર લાંબી સાયકલ રેલીથી કેવડીયા પહોંચી રહ્યા છે. ઉપરાંત પૂર્વ દિશામાં એસએસબી,ભૂતાન બોર્ડર, જયગાવ, પશ્ચિમ બંગાળથી 2347 કિલોમીટર લાંબી સાયકલ રેલી દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો કેવડીયા પહોંચી રહ્યા છે. જ્યારે મધ્ય ભારતના સીઆરપીએફ, ગઢચિરોલી, મહારાષ્ટ્રના જવાનો 863 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને કેવડીયા પહોંચી રહ્યા છે. આ તમામ સાયકલ રેલી 26 મી ઓક્ટોબર સુધીમાં કેવડીયા પહોંચશે અને આ તમામ જવાનો પણ એકતા પરેડમાં સામેલ થશે.

ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, તમિલનાડુ પોલીસ, ત્રિપુરા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા મોટર સાયકલ રેલી શરૂ કરાઇ છે, જે કેવડીયા પહોંચશે અને રેલીના પોલીસ જવાનો પણ એકતા પરેડમાં ભાગ લેશે. ઉત્તર દિશામાં જમ્મુ-કાશ્મીરથી પોલીસની મોટર સાયકલ રેલી ઉરીથી શરૂ થઇ છે, જે 2536 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે. પૂર્વ દિશામાંથી ત્રિપુરા પોલીસની મોટર સાયકલ રેલી સબરૂમથી શરૂ થઈ છે, જે 3118 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે. દક્ષિણથી તમિલનાડુ પોલીસની મોટર સાયકલ રેલી કન્યાકુમારીથી નીકળી છે, જે 2085 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે અને દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત પોલીસની મોટરસાઇકલ રેલી કચ્છના લખપતથી નીકળી છે, જે 1170 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code