1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનની જીત બાદ પાક.મંત્રીનું ખુશીમાં વિચિત્ર નિવેદન, જાણો શું કહ્યું?
પાકિસ્તાનની જીત બાદ પાક.મંત્રીનું ખુશીમાં વિચિત્ર નિવેદન, જાણો શું કહ્યું?

પાકિસ્તાનની જીત બાદ પાક.મંત્રીનું ખુશીમાં વિચિત્ર નિવેદન, જાણો શું કહ્યું?

0
Social Share
  • ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની જીત બાદ પાક. ગૃહમંત્રીનું વિચિત્ર નિવેદન
  • ભારતના મુસ્લિમોની લાગણી પણ પાકિસ્તાન ટીમ સાથે હતી
  • રશીદે 1 મિનિટ અને 11 સેકન્ડનો વીડિયો અપલૉડ કરીને પોતાની ટીમને શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી: રવિવારે ટી-20 વર્લ્ડકપના સુપર 12 રાઉન્ડ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે મ્હાત આપીને ખળભળાટ મચાવી દીધો હતો. પાકિસ્તાનની આ જીત બાદ પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રશીદ ખુશીમાં પાગલ થઇને વિચિત્ર નિવેદનો આપી રહ્યાં છે.

ભારત વિરુદ્વ વર્લ્ડકપમાં પાકિસ્તાનની પ્રથમ જીત પર પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રસીદે વીડિયોના માધ્યમથી એક સંદેશ મોકલ્યો છે. આ સંદેશમાં શેખ રશીદે ભારતીય મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતના મુસ્લિમોની લાગણી પણ પાકિસ્તાન ટીમ સાથે હતી. રશીદે 1 મિનિટ અને 11 સેકન્ડનો વીડિયો અપલૉડ કરીને પોતાની ટીમને શુભેચ્છાઓ પાઠવી. તેઓએ એમ પણ કહ્યું હતું કે ભારત સહિતના વિશ્વભરના મુસ્લિમોની લાગણી પણ પાકિસ્તાનની ટીમ સાથે જ હતી.

શેખ રશીદે પોતાના વીડિયો સંદેશમાં પાકિસ્તાનને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, હું પાકિસ્તાનની કોમને જીત પર શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું. આજે પાકિસ્તાને પોતાનો દમ દેખાડ્યો છે. મને અફસોસ છે કે આ પ્રથમ ભારત-પાકિસ્તાન મેચ છે જેને હું કોમી જવાબદારીઓને કારણે ગ્રાઉન્ડ પર જોવામાં અસમર્થ રહ્યો હતો. પરંતુ કન્ટેનર હટાવવા કહ્યું જેથી લોકો જીતની ઉજવણી કરી શકે. પાકિસ્તાનની ટીમ અને કોમને આ જીત મુબારક, આજે આપણી ફાઇનલ હતી. ઇસ્લામને ફતેહ મુબારક.

આપને જણાવી દઇએ કે પાક.ના ગૃહમંત્રી શેખ રશીદ મેચ જોવા માટે UAE તો પહોંચ્યા હતા પરંતુ પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાને તેને કેટલાક કારણોસર પાછા બોલાવી લીધા હતા. એક એવો અહેવાલ વહેતો થયો હતો કે, રશીદને પાકિસ્તાનની હાલની સુરક્ષા સ્થિતિઓને પહોંચી વળવા માટે પાછા બોલાવવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code