- તાલિબાનને મોટો ઝટકો
- ISના હુમલામાં તાલિબાનનો કમાન્ડર હમદૂલ્લા ઠાર
- ISના આતંકીઓ સાથેની લડાઇમાં માર્યો ગયો
નવી દિલ્હી: જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી ત્યાં તાલિબાન અને આઇએસ વચ્ચે તકરાર જોવા મળી રહી છે. હવે ISએ પાકિસ્તાનના ઇશારે નાચતા આતંકી સંગઠન હક્કાની નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે.
કાબુલમાં IS દ્વારા થયેલા હુમલામાં તાલિબાન કમાન્ડર હમદૂલ્લા પણ ઠાર થયો હતો. આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં રાજ માટે વાપસી કરનાર તાલિબાનોની જિંદગી દોઝખ બનાવી દીધી છે.
ઇસ્લામિક સ્ટેટ તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં હુમલાઓને અંજામ આપી રહ્યું છે.
કાબુલમાં જે હુમલો થયો છે તેમાં તાલિબાનનો એક કમાન્ડર પણ મરાયો હતો. કાબુલમાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા થયેલ જવાબી કાર્યવાહીમાં મરેલ તાલિબાન કમાન્ડર હમદૂલ્લા સામેલ હતો. તે હક્કાની નેટવર્કનો કમાન્ડર હતો.
તાલિબાન માટે આ સૌથી મુખ્ય કમાન્ડર હતા. તેઓ હક્કાની નેટવર્કના મુખ્ય સભ્ય અને બદ્રી કોરના સ્પેશિયલ ફોર્સ ઑફિસર હતા. તે અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી પછી મૃત્યુ પામનાર સૌથી વરિષ્ઠ વ્યક્તિ છે.
એક મીડિયા અહેવાલનું માનીએ તો, જ્યારે હમદૂલ્લાને સરદાર દાઉદ ખાન હોસ્પિટલ પર હુમલાની જાણ થઇ ત્યારે તે તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ત્યાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ સાથે અથડામણમાં માર્યો ગયો હતો.