1. Home
  2. ગુજરાતી
  3. તાલિબાને અસલી ચહેરો દેખાડ્યો, હવે પંજશીરમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરમાવ્યો
તાલિબાને અસલી ચહેરો દેખાડ્યો, હવે પંજશીરમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરમાવ્યો

તાલિબાને અસલી ચહેરો દેખાડ્યો, હવે પંજશીરમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરમાવ્યો

0
Social Share
  • અફઘાનિસ્તાનમાં તાલિબાન દેખાડી રહ્યું છે અસલી રંગ
  • હવે પંજશીરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા પર પ્રતિબંધ મૂક્યો
  • પંજશીર એકમાત્ર પ્રાંત છે જ્યાં હજુ તાલિબાને કબ્જો નથી કર્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન હવે પોતાનો અસલી ચહેરો દેખાડી રહ્યું છે અને અસલી રંગ દેખાડી રહ્યું છે. તાલિબાન હકૂમત હેઠળ ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર અને દમન વધી રહ્યું છે. હવે તાલીબાનના પંજશીર પ્રાંતમાં તાલિબાને ઇન્ટરનેટ, કોલ અને મેસેજ સર્વિસ બંધ કરી દીધી છે. આપને જણાવી દઇએ કે પંજશીર એકમાત્ર પ્રાંત છે જ્યાં હજુ તાલિબાને કબ્જો નથી કર્યો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અફઘાનિસ્તાનના રેજિસ્ટેન્ટ ફોર્સના પ્રમુખ અહમદ સમૂદ જૂનિયરના પ્રવક્તા ફહીમ દશ્તીએ કહ્યું કે, કાલે સાંજથી પંજશીરમાં ટેલિકોમ સર્વિસ ઠપ્પ કરી દેવામાં આવી છે. મોબાઇલ ઇન્ટરનેટ સિવાય કૉલ અને સંદેશની સેવા પણ બંધ કરી દેવાઇ છે.

પંજશીર તાલિબાન વિરુદ્ધ અફઘાન રેજિસ્ટેન્સ ફોર્સનું ગઢ છે, જેની કમાન પંજશીરમાં રહીને આ સમયે શેર-એ-પંજશીરના પુત્ર અહમદ મસૂદ જૂનિયર  (Ahmad Massoud Jr.) સંભાળી રહ્યાં છે. પંજશીરમાં આ સમયે ઘણા મોટા તાલિબાન વિરુદ્ધ બગાવત કરનાર પૂર્વ સૈન્ય કમાન્ડર હાજર છે જે દેશ છોડીને ગયા નથી. તેમાં અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ, અફઘાનિસ્તાનના રક્ષામંત્રી બિસ્મિલ્લાહ ખાન મોહમ્મદી (Bismillah Khan Mohammadi) જેવા મોટા નામ હાજર છે. આ લોકો અફઘાનિસ્તાનને આતંકથી છોડાવવાની યોજના બનાવી રહ્યા છે.

23 ઑગસ્ટે તાલિબાને પંજશીર પર કબ્જો કરવા મટે 3 હજાર તાલિબાની આતંકીઓને પંજશીરની સરહદ પર મોકલ્યા હતા, પરંતુ વધતા આંતરરાષ્ટ્રીય દબાણને કારણે તેણે પંજશીર પર હુમલો કર્યો નહીં. પંરતુ દાવો કર્યો કે તાલિબાન પંજશીર પર શાંતિના માર્ગ અને વાતચીતથી કબ્જો કરવા ઇચ્છે છે. જો કે હવે તાલિબાન હિંસક રૂપથી પંજશીર પર કબ્જો કરવા પ્રયાસ કરી શકે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ આતંકીઓએ કો-એજ્યુકેશન (Co-Educational) સિસ્ટમ પર પ્રતિબંધ લગાવી દીધો છે. યુવતીઓ ઇસ્લામિક કાયદા પ્રમાણે અલગ-અલગ ક્યાસમાં અભ્યાસ કરતી રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code