
પૃથ્વી પર તોળાતો આકાશી આફતનો ખતરો, વૈજ્ઞાનિકોએ તેનાથી બચવા આ ઉપાય પર કર્યું મંથન
- ઓમિક્રોન કરતાં પણ મોટી આફત પૃથ્વી તરફ આવી રહી છે
- પૃથ્વી સાથે એસ્ટેરોઇડ ટકરાવવાની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
- એસ્ટેરોઇડને અટકાવવા પરમાણુ બોમ્બના વિકલ્પ પર પણ વિચાર
નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનો પ્રસાર વધી રહ્યો છે ત્યારે આ વચ્ચે એક આકાશી આફત પૃથ્વી પર મંડરાઇ રહી છે. વૈજ્ઞાનિકોએ થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી કે, એક એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. લાખો વર્ષો પહેલા એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાયો હતો જેને કારણે ડાયનાસોરનું અસ્તિત્વ જ નાબૂદ થઇ ગયું હતું.
વૈજ્ઞાનિકો આ લઘુગ્રહોના ખતરાને પહોંચી વળવા માટે તેની સામે પરમાણુ બોંબ છોડવાના ઉપાય પર વિચાર કરી રહ્યા છે.
જો લઘુગ્રહો પૃથ્વી સાથે ટકરાય તો મહાવિનાશ વેરી શકે છે અથવા ભયંકર તબાહી મચાવી શકે છે અને તેટલે જ વૈજ્ઞાનિકો એસ્ટેરોઇડને પૃથ્વી સાથે ટકરાતો રોકવા માટે પરમાણુ બોમ્બના ઉપયોગ પર વિચાર કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર એસ્ટેરોઇડ ધરસી સાથે ટકરાવાને વધુ સમયગાળો નથી. તેથી ધરતીના રસ્તા પરથી તેને હટાવવા માટે વધુ ઉર્જાની જરૂર રહેશે જેનાથી એસ્ટેરોઇડના નાના નાના ટૂકડા કરી શકાય. લઘુગ્રહને નષ્ટ કરવા માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરવાથી તેને પૃથ્વી સાથે અથડાતા અટકાવી શકાશે. જો કે તે ખૂબ જ કઠીન કામ છે. વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું છે કે, અણુ બોમ્બનો ઉપયોગ છેલ્લો વિકલ્પ હોવો જોઇએ. તે સિવાયના અન્ય વિકલ્પ પર પણ મંથન કરવું જોઇએ.