આણંદ કૃષિ યુનિવર્સિટીની ખાતે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી
આણંદ, 14 માર્ચ, 2026 – ‘International Women’s Day’ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી એન્ડ બાયો એનર્જી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે તા. ૧૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ કોલેજના જેન્ડર સેલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ કોલેજ ઓફ એફપીટીબીઈના ડીન ડૉ. સમિત દત્તા, પોલિટેક્નિક ઇન ફૂડ સાયન્સના આચાર્ય ડૉ. કે. બી. કામલિયા અને એફપીઓ વિભાગના વડા ડૉ. એસ. એચ. અકબરીના માર્ગદર્શન હેઠળ, જેન્ડર સેલના સભ્યો ડૉ. અમી રવાણી અને ડૉ. ગાયત્રી જાડેજા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ૧૧૫ વિદ્યાર્થિનીઓ અને મહિલા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે એડીઆઈટી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મનીષા રાઠોડે ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સ’ વિષય પર પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું, જ્યારે આણંદ જિલ્લાના DySP સુશ્રી રિદ્ધિ ગુપ્તેએ ‘સાયબર સિક્યુરિટી‘ પર અત્યંત ઉપયોગી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં સુશ્રી વંદના પરમાર દ્વારા પ્રસ્તુત શાયરીઓએ આકર્ષણ જમાવ્યું હતું, સાથે જ વિદ્યાર્થિનીઓ માટે વિવિધ રમતો અને ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ, જ્ઞાન અને મનોરંજનના સમન્વય સાથે આ કાર્યક્રમ વિદ્યાર્થિનીઓ માટે પ્રોત્સાહક અને યાદગાર બની રહ્યો હતો.


