
(દિપાલી પ્રજાપતિ, ભાભર)
अब तराशने दो मुझे खुदको अपने तरीके से.. |
तुम्हारे तौर-तरीको ने तो मुझे चुर-चुर ही किया है |
ચાલો આવી ગઈ 8મી માર્ચ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી ઉપર દર વર્ષે આ દિવસે મહિલા સશક્તિકરણ પર ન જાણે કેટકેલાય પ્રવચનો થાય છે અને આ દરેકમાં સ્ત્રીને એક દિવસ માટે મહાન બનાવાની કે બતાવવાની વાતો થાય છે. સ્ત્રીને ભારોભાર સન્માન અપાય છે પણ ફક્ત એક દિવસ માટે આપણે સ્ત્રીઓએ પણ આ સ્વિકારી લીધું છે.
આપણે સ્વિકારી લીધુ છે અને આપણે માનીએ છીએ આપણને સન્માન બીજા દ્વારા અપાવવું જોઈએ પછી તે પુરુષ હોય કે સમાજ હોય, પરંતુ આપણા સન્માનની જવાબદારી સૌ પ્રથમ આપણી છે. આપણે શા માટે ઈચ્છીએ છીએ કે કોઈ કાયદો, સમાજ કે વ્યક્તિ આપણને સન્માન આપે. આપણે જાહેર કે વ્યક્તિગત એવુ જીવન જીવીએ કે આપણું સન્માન આપો આપ જળવાય.
સમાજમાં સ્ત્રી અબળા છે તે સશક્ત નથી તેવી વિચારધારા સાથે તેના રક્ષણ માટે કાયદા છે આ વિચારધારા કેટલે અંશે યોગ્ય ગણાય ? આપણે ખુદ આપણું રક્ષણ કરી શકીએ છીએ તેવી દરેક સ્ત્રીનું મનોબળ મક્કમ કરવું જોઈએ, એ આપણી પોતાની જવાબદારી છે.
सबसे सुद्रढ समाज वही है जहाँ स्त्रियों को सन्मान के लिए संघर्ष न करना पडे |
દરેક સમાજમાં આપણે આપણા સન્માન માટે લડવુ પડે છે હવે એવો સમય નથી. આપણે આપણી-આપણા ખુદના પ્રત્યેની સંપૂર્ણ જવાબદારી ખુદને જ લેવી પડશે. આપણે શિક્ષિત છીએ બધુ જાણીએ છીએ તો શા માટે શારિરીક કે માનસિક હિંસાનો ભોગ બનવું.
“Women are thereal architects of society”.
સ્ત્રી એ જો સમાજને બનાવવા માટે સક્ષમ છે તો તે પોતાના આત્મસન્માનને જાળવી રાખવા અને સમાજને સ્વસ્થ બનાવવા પણ એટલી જ સક્ષમ છે. તેમા કોઈ શંકાને સ્થાન નથી.
अपना ताज खुद खरीद ने की हैसियत बनाना ताकी इज्जत के लिए किसी समाज के पुरुष का मोहताज न होना पडे |
તો આવો સમસ્ત નારી સમાજ આપણે આપણા સન્માનની બીજા પાસે આશા કર્યા વગર આપણું સન્માન આપણી જવાબદારી છે તે સમજીને તેનું જતન કરીએ અને સમગ્ર સમાજને સ્વસ્થ બનાવીએ.