
પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ઉપર સંકટના વાદળો ઘેરાયાં, અનેક સ્થળોએ ઈન્ટરનેટ સેવા બંધ થઈ
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વિકટ બની છે દરમિયાન પાકિસ્તાનમાં વિજળી-પાણીના સંકટ વચ્ચે વધુ એક સમસ્યા ઉભી થઈ છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ખૂબ ડાઉન થઈ રહી છે. છેલ્લા અમુક સમયથી પાકિસ્તાનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાનમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અમુક વિસ્તારોમાં પૂર પણ આવી ગયા છે. આ કારણથી લોકોનુ જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે. આની અસર ઓપ્ટિકલ ફાઈબર પર પણ પડી છે. પાકિસ્તાનના અમુક સ્થળો પર ઈન્ટરનેટની સર્વિસ બંધ થઈ ગઈ છે. આની અસર આગામી સમયમાં વધી શકે છે. એક રિપોર્ટ અનુસાર જણાવાયુ છે કે, પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન કંપની લિમિટેડ અને પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીને કેબલ કટની ઘટના બાદ રિપોર્ટ સબમિટ કરવા માટે સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે.