
Into The Wild with Bear Grylls:અક્ષય-રજનીકાંત બાદ હવે આ એક્ટર રોમાંચક સફરનો બનશે ભાગ
- Bear Grylls સાથે અજયનો રોમાંચક સફર
- અન્ય એક બોલિવૂડ સ્ટારનું નામ પણ સામેલ
- અજય પહેલા અક્ષય-રજનીકાંત શો માં જોવા મળ્યા
મુંબઈ:પોપ્યુલર સર્વાંઇવલ સ્કિલ શો Into The Wild with Bear Grylls માં અત્યાર સુધી બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને રજનીકાંત જોવા મળ્યા છે.હવે આ રોમાંચક સફર પર પોતાની હિંમત અજમાવવા માટે એક્શન સ્ટાર અજય દેવગણ નીકળી પડ્યા છે.ડિસ્કવરી ચેનલે Bear Grylls ના આગામી એપિસોડ માટે અજય દેવગણની પસંદગી કરી છે.
Bear Grylls એ ખુદ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આનો સંકેત આપ્યો છે. તેમણે નામ જાહેર કર્યા વિના કહ્યું કે,બે બોલિવૂડ યોદ્ધાઓ તેમની સાથે Into The Wild માં તેનો સાથ આપશે. જોકે અજય દેવગણના નામની પુષ્ટિ થઈ છે પરંતુ આ બીજો સ્ટાર કોણ છે, તેનો પડદો હજુ સુધી ઉઠાવવામાં આવ્યો નથી. અજય દેવગણના ફેનપેજ એ અભિનેતાના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં લખ્યું છે – Bear Grylls સાથે શૂટ કરવા માટે માલદીવ રવાના થતા ‘અજય દેવગણ’.આ ફોટો વાસ્તવમાં અજયના આ શૂટ માટે છે.તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. બેયર ગ્રિલ્સ સાથેની આ સાહસિક યાત્રામાં અજયને જોવું તેના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.
અક્ષય અને રજનીકાંત ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શોમાં દેખાયા છે. પીએમ મોદી Man vs Wild ના ખાસ એપિસોડમાં જોવા મળ્યા હતા. તેણે બેયર સાથે ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કના જંગલોમાં જોખમોનો સામનો કર્યો હતો.આ સાહસિક સફર દરમિયાન નરેન્દ્ર મોદીએ તેમના જીવનના કેટલાક રહસ્યો પણ બેયર સાથે શેર કર્યા હતા.