1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ગરમીનો પારો ગગડ્યો – લોકોને રાહત
રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ગરમીનો પારો ગગડ્યો – લોકોને રાહત

રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ગરમીનો પારો ગગડ્યો – લોકોને રાહત

0
Social Share
  • રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ
  • વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક
  • શહેરીજનોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

રાજકોટ:હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.ત્યારે રાજકોટમાં આજે વહેલી સવારથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે.જેને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.

રાજકોટ સહીત સમગ્ર સોરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે.છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા.ત્યારે હવે વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વરસાદને પગલે રાજકોટ જિલ્લાના પાંચ જળાશયોમાં નવા નીરની આવક થઇ છે.ભાદરમાં ૦.10 ફૂટ, આજી- 1 માં ૦.49 ફૂટ, આજી-૩ માં ૦.10 ફૂટ, ન્યારી-2 માં ૦.૩૩ ફૂટ અને છાપરવાડી-2 માં ૦.૩૩ ફૂટ નવા પાણીની આવક થઇ છે.

રાજકોટમાં ભારે વરસાદનો માહોલ છવાયો છે.ભારે વરસાદથી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ થયો છે.રાજકોટની મવડી ગામની નદીમાં પુર આવતા રસ્તો બંધ થયો છે. આ સાથે રાજકોટ અને કંણકોટ ગામને જોડતો રસ્તો પણ બંધ થયો છે. રાજકોટની મવડી ગામની નદીમાં પુર આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છના 100થી વધુ ગામમાં વીજળી ગુલ થઇ છે.રાજકોટમાં 15થી વધુ ફિડરો બંધ પડ્યા હોવાની માહિતી સામે આવી છે.રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી-૩ ડેમના ૧૨ દરવાજા ૫ ફુટ ખોલાયા છે.

રાજકોટ તા. ૧૩ સપ્ટેમ્બર – ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજુરડી ગામ પાસેનો આજી-૩ ડેમના ૧૨ દરવાજા પરથી ૫ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખજુરડી, થોરીયાડી, ખીજડીયા મોટા, મોરબી જિલ્લાના ટૈકાર તાલુકાનું ખાખરા ગામ, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બોડકા, જશાપર, જીરાગઢ, મેધપર, પીઠળ, રસનાળ, ટીંબળી અને ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સગાડીયા, સધાધુના, અને દેડકદડ ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી ૫૩.૧૫ મીટર છે અને ડેમમાં ૬૭,૫૨૮ ક્યુસેક પાણીની આવક છે.

ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા,બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી ૭૩.૭૬ મીટર છે અને ડેમમાં ૪૪૯૨ ક્યુસેક પાણીની આવક છે.

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો છે.

તાલુકા પ્રમાણે વરસાદ

ઉપલેટા 2.5 ઇંચ

કોટડાસાંગાણી 2.5 ઇંચ

ગોંડલ 5 ઇંચ

જેતપુર 2.5 ઇંચ

જસદણ 0 ઇંચ

વીંછીયા 0 ઇંચ

જામકંડોરણા 2.5 ઇંચ

ધોરાજી 3 ઇંચ

પડધરી 2.5 ઇંચ

રાજકોટ સીટી 4.5 ઇંચ

લોધિકા 5 ઇંચ

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના કારણે અનેક ડેમો ઓવરફ્લો થયા છે.રાજકોટ જિલ્લામાં આવેલ સિંચાઈ વિભાગ હસ્તકના 25 પૈકીના 6 ડેમ ઓવરફ્લો થયા.રાજકોટ જિલ્લામાં સિઝનનો સરેરાશ 44.78 ટકા વરસાદ વરસ્યો છે.

આજી ડેમ 2 ઓવરફ્લો,જેની સપાટી 30.10 ફૂટ..

આજી ડેમ 3 ઓવરફ્લો, જેની સપાટી 26.70 ફૂટ..

વેરી ડેમ ઓવરફ્લો,જેની સપાટી 9.40 ફૂટ..

મોતીસર ડેમ ઓવરફ્લો,જેની સપાટી 14.80 ફૂટ..

ખોડાપીપર ડેમ ઓવરફ્લો,જેની સપાટી 7.90 ફૂટ..

છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો,જેની સપાટી 14.50 ફૂટ..

રાજકોટમાં 10 ઇંચ થી વધુ વરસાદની રમઝટ વચ્ચે સ્કુલ અને કોલેજો બંધ જાહેર કરવામાં આવ્યા છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code