અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સએ IPL 2025 સીઝનના બાકીના સમય માટે ઇજાગ્રસ્ત ગ્લેન ફિલિપ્સના સ્થાને દાસુન શનાકા સાથે કરાર કર્યો છે. શનાકા પહેલા પણ GT માટે રમી ચૂક્યો છે અને આ સિઝનમાં ફ્રેન્ચાઇઝીએ તેને 75 લાખ રૂપિયામાં જોડ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ફિલિપ્સને જાંઘમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા અને ઘરે પરત ફર્યા હતા. અન્ય એક જીટી ખેલાડી, કાગીસો રબાડા, પણ અંગત કારણોસર 3 એપ્રિલે ઘરે પરત ફર્યા. રબાડાની વાપસી અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી.
જીટી હાલમાં છ મેચમાંથી ચાર જીત સાથે પોઈન્ટ ટેબલ પર બીજા ક્રમે છે અને શનિવારે તેઓ દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામે ટકરાશે, જે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.