1. Home
  2. ગુજરાતી
  3. IPL : KKRના આ બેસ્ટમેને પોતાની બેટીંગ માટે ગાંગુલીને આપ્યો શ્રેય
IPL : KKRના આ બેસ્ટમેને પોતાની બેટીંગ માટે ગાંગુલીને આપ્યો શ્રેય

IPL : KKRના આ બેસ્ટમેને પોતાની બેટીંગ માટે ગાંગુલીને આપ્યો શ્રેય

0
  • બીસીસીઆઈના અધ્યક્ષ છે ગાંગુલી
  • ગાંગુલીની જેમ જ બેટીંગ કરવા ઈચ્છતો હતો બેસ્ટમેન
  • KKR માટે IPLમાં રમવુ બેસ્ટમેનનું સ્વપ્ન હતું

દિલ્હીઃ આઈપીએલ 2021ના બીજા ફેઝની મેચો હાલ યુએઈમાં રમાઈ રહી છે. આ ફેઝમાં એત્યાર સુધીમાં એક ખેલાડી પુરી દુનિયાભરમાં માત્ર બે જ મેચમાં મશહૂર થઈ ગયો છે. આ ખેલાડી કોલકતા નાઈટ રાઈડર્સ ટીમના ઓપનિંગ બેસ્ટમેન વેંકટેશ અય્યર છે. અય્યરએ ખુબ ઓછા સમયમાં મોટુ નામ થઈ ગયો છે અને આગામી દિવસોમાં એક સ્ટારની જેમ જોવામાં આવી રહ્યો છે.

કેકેઆરનો બેસ્ટમેન વેંકટેશન અય્યર પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરભ ગાંગુલીનો મોટો પ્રશંસક છે અને તેનું કહેવું છે કે, તેની બેટીંગમાં ગાંગુલીની ભૂમિકા જોવા મળે છે. અય્યરે જણાવ્યું હતું કે, હંમેશા કેકેઆર માટે રમવા માંગતો હતો. જેનું કારણ હતા ગાંગુલી, શરૂઆતમાં તેઓ ટીમના કેપ્ટન હતા. કેકેઆર એવી પ્રથમ ફ્રેન્ચાઈઝી છે, ઈમાનદારીથી કહું તો મારા સપના સાચુ થઈ રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, હું દાદાનો મોટો પ્રસંશક છું દુનિયાભરમાં તેમના કરોડો પ્રશંસક હશે અને તેમાનો એક હું છું. દાદાએ મારી બેટીંગમાં મહત્વની ભૂમિકા ભજવી છે જ્યારે હું નાનો હતો ત્યારે હું બેટ લઈને તેમની જેમ બેટીંગ કરવા માંગતો હતો. જ્યારે લોકડાઉનમાં હતું ત્યારે મને લાગ્યું કે હું હકીકતથી આ અવસરની પ્રતિક્ષા કરતો હતો. આ ઘણુ સકારાત્મક છે અને મને મોકો મળ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.