1. Home
  2. ગુજરાતી
  3. ઈરાને ટ્રમ્પની હત્યાનું રચ્યું કાવતરુ, ઈઝરાયલની ગુપ્તચર એજન્સીનો દાવો
ઈરાને ટ્રમ્પની હત્યાનું રચ્યું કાવતરુ, ઈઝરાયલની ગુપ્તચર એજન્સીનો દાવો

ઈરાને ટ્રમ્પની હત્યાનું રચ્યું કાવતરુ, ઈઝરાયલની ગુપ્તચર એજન્સીનો દાવો

0
Social Share

વોશિંગ્ટન, 10 જુલાઈ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર યુદ્ધ છેડાયું છે. અમેરિકા દ્વારા ઈરાનમાં મોટી સંખ્યામાં હુમલા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ઈરાન પણ કતર સહિતના દેશોમાં અમેરિકન બેઝને નિશાન બનાવી રહ્યું છે. જેના પરિણામે ફરીથી મીડલ ઈસ્ટમાં અશાંતિ ફેલાઈ છે. એટલું જ નહીં અમેરિકા પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથે થયેલા કરારને પણ રદ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઈરાનના હિટ લીસ્ટમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ટોપ ઉપર હોવાની ઈઝરાયલની ઈન્ટેલિજન્સ ઈનપુટમાં સામે આવ્યું છે. એટલું જ નહીં ઈરાન ટ્રમ્પની હત્યાનું કાવતરુ ઘડ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું સૈન્ય યુદ્ધ હવે અત્યંત આક્રમક અને જોખમી વળાંક પર પહોંચી ગયું છે. ઈરાનના અનેક શહેરોમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો બાદ તેહરાને દાવો કર્યો છે કે તેમના 8સૈનિકો માર્યા ગયા છે. આ દરમિયાન સંરક્ષણ જગતમાંથી એક મોટી માહિતી સામે આવી છે કે, ઇઝરાયેલે અમેરિકાને એક અત્યંત સંવેદનશીલ ગુપ્ત માહિતી (ઇન્ટેલિજન્સ ઇનપુટ) આપી હતી, જેમાં દાવો કરાયો હતો કે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડ્યું છે. આ ચોંકાવનારા ઇનપુટ મળ્યા બાદ જ અમેરિકાએ ઈરાન પર ફરીથી આક્રમણ તેજ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) થઈ ચૂક્યો હતો, પરંતુ ઇઝરાયેલના આ એક અહેવાલે ફરી એકવાર યુદ્ધની આગ ભડકાવી દીધી છે. જોકે, કેટલાંક વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ આ બાબતે ચિંતિત છે કે શું ઇઝરાયેલની આ માહિતી સાચી હતી કે પછી તે માત્ર ટ્રમ્પને ઈરાન સામે ઉશ્કેરવાની કોઈ ચાલ હતી. પરંતુ પરિણામ એ આવ્યું કે અમેરિકાએ ઈરાન પર બોમ્બમારો વધારી દીધો છે. ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે નાટો શિખર સંમેલન દરમિયાન અંકારામાં સંકેત આપ્યો હતો કે તેઓ ઈરાનની હિટલિમસ્ટમાં ટોચ પર છે અને તેમની જાનને જોખમ છે. બીજી તરફ, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનેઈના નિધન બાદ દેશભરમાં એક સપ્તાહ સુધી ચાલેલી અંતિમયાત્રા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોના અંતે તેમને મશહદમાં ઈમામ રઝાના પવિત્ર દરગાહ પરિસરમાં ભારે જનમેદનીની ઉપસ્થિતિમાં સુપુર્દ-એ-ખાક (દફનાવવામાં) કરવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code