1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં રમાશે બિગ બેશ લીગની મેચ, ચેપોક સ્ટેડિયમ બનશે મેલબોર્ન રેનેગેડ્સનું હોમ ગ્રાઉન્ડ
ભારતમાં રમાશે બિગ બેશ લીગની મેચ, ચેપોક સ્ટેડિયમ બનશે મેલબોર્ન રેનેગેડ્સનું હોમ ગ્રાઉન્ડ

ભારતમાં રમાશે બિગ બેશ લીગની મેચ, ચેપોક સ્ટેડિયમ બનશે મેલબોર્ન રેનેગેડ્સનું હોમ ગ્રાઉન્ડ

0
Social Share
  • બીબીએલની મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્ક્રોચર્સ વચ્ચે ચેન્નાઈમાં રમાશે મેચ
  • પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા-ભારત માટે ક્રિકેટના મહત્વ પર વિશેષ ભાર મુક્યો

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: ભારતમાં દર વર્ષે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આઈપીએલનું આયોજન કરવામાં આવે છે. આઈપીએલ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશમાં ક્રિકેટ પ્રેમીઓ પસંદ કરે છે. હવે ભારતમાં ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત બિગ બેશ લીગ એટલે કે બીબીએલની મેચ પણ રમાશે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી. બીબીએલની મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્ક્રોચર્સ વચ્ચે ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ સંબંધોમાં એક નવો ઐતિહાસિક અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી20 ટૂર્નામેન્ટ ‘બિગ બેશ લીગ’ (BBL) ની એક સત્તાવાર મેચ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની બહાર ભારતમાં રમાશે. આ પ્રતિષ્ઠિત મુકાબલો આ વર્ષે 12 ડિસેમ્બર 2026 ના રોજ ચેન્નાઈના સુપ્રસિદ્ધ એમ.એ. ચિદમ્બરમ (ચેપોક) સ્ટેડિયમ ખાતે મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્ક્રોચર્સ વચ્ચે રમાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આ આયોજન પર આખરી મહોર મારવામાં આવી હતી. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.40 વાગ્યે શરૂ થશે, જેમાં ચેન્નાઈનું સ્ટેડિયમ મેલબોર્ન રેનેગેડ્સનું હોમ ગ્રાઉન્ડ બનશે. આ મેચનું જીવંત પ્રસારણ ભારતમાં જિઓ હોટસ્ટાર પર કરવામાં આવશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના બ્રોડકાસ્ટર્સ પણ પોતાના કોમેન્ટ્રી પેનલ સાથે ચેન્નાઈ આવશે.

પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ની મુલાકાત લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો માટે ક્રિકેટના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ક્રિકેટ માત્ર એક રમત નથી પરંતુ બંને દેશો વચ્ચે ભાવનાત્મક જોડાણ અને જુસ્સો છે. આ સાથે જ પીએમ મોદીએ ભારતના રમતગમતના ભવિષ્ય અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ભારત વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે અને વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ભારતમાં થાય તે માટે સરકાર પૂરા પ્રયાસો કરી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code