Site icon Revoi.in

અમેરિકા-ઈઝરાઈલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામોનીનું મોત

Social Share

નવી દિલ્હી, 1 માર્ચ 2026: death of Iran’s Supreme Leader Ayatollah Khamenei ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનું મોત નિપજ્યુ છે.  ઇરાનની મીડિયા તસ્નીમ અને ફાર્સ સમાચાર એજન્સીઓએ ખામોનીના મોતની પુષ્ટિ કરી છે. હુમલામાં ખામેનીની પુત્રી, જમાઈ, પૌત્રી અને પુત્રવધૂ પણ માર્યા ગયા છે. ખામોનીના મોત બાદ ઈરાનની સત્તા તેના દીકરા મોજતબા ખામેનેઈએ સંભાળી લીધી છે. ખમોનીના મોતથી ઇરાનમાં 40 દિવસનો રાજકીય શોક અને સાત દિવસની જાહેર રજાઓની જાહેરાત કરવામાં આવી છે.

મધ્ય પૂર્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક વળાંક આવ્યો છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલા બાદ હવે ઈરાની મીડિયા ‘પ્રેસ ટીવી’એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ આ હુમલામાં માર્યા ગયા છે. ઈરાની સેના IRGC તરફથી પણ ખામેનેઈના નિધનની પુષ્ટી કરી દેવામાં આવી છે.  ખામેનીના અવસાન બાદ ઇરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC) એ દુઃખ વ્યક્ત કર્યું છે. ઇરાની ન્યૂઝ એજન્સી ફાર્સ અનુસાર, IRGC એ કહ્યું કે ‘અમે એક મહાન નેતા ગુમાવ્યા છે અને આખો દેશ તેમનો શોક મનાવી રહ્યો છે.’ ઇરાની સેનાએ ખતરનાક અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. સેનાએ કહ્યું કે આ હુમલો થોડા જ સમયમાં શરૂ થશે અને ક્ષેત્રમાં કબજે કરાયેલા વિસ્તારો અને અમેરિકી આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવશે.

આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીના મૃત્યુનો દાવો કર્યો હતો. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંથી એક ખામેની માર્યો ગયો. આ ઇરાનની જનતાની સાથે-સાથે અમેરિકા અને દુનિયાભરના દેશો માટે ન્યાય છે.  હકીકતમાં, ઇઝરાયલ અને અમેરિકાએ શનિવારે ઇરાનમાં રાજધાની તેહરાન સહિત ઘણા શહેરો પર હુમલો કર્યો. ઇરાને પણ ઇઝરાયલ પર વળતો પ્રહાર કરતા જવાબી હુમલા કર્યા

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલાઓ અને ઇરાનની જવાબી કાર્યવાહી પછી વિશ્વના તેલ બજારમાં ખળભળાટ મચી ગયો છે. આ વિસ્તાર વિશ્વના લગભગ 20% તેલનો પુરવઠો પૂરો પાડે છે, તેથી અહીં લડાઈ વધવાથી સમગ્ર વિશ્વમાં તેલની અછત અને મોંઘવારી વધી શકે છે.

રોઇટર્સ અનુસાર, જો તણાવ જલ્દી સમાપ્ત નહીં થાય, તો સોમવારે બજાર ખુલતાની સાથે જ તેલના ભાવ ઝડપથી વધી શકે છે. તાજેતરમાં જ ક્રૂડ ઓઇલની કિંમત લગભગ 70 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી, જે ઘણા મહિનાઓમાં સૌથી વધુ છે.

Exit mobile version