IRCTCની વેબસાઈટ અને એપ્સ સેવા ખોરવાતા ઈ-ટીકીટની કામગીરી અટકી
નવી દિલ્હીઃ ભારતીય રેલવે પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મુસાફરો અને તેમના પરિવારજનોને ટ્રેનનો સમય સહિતની માહિતી ઓનલાઈન મળી રહે તે માટે ઓનલાઈન ટીકીટ બુકીંગ કરાવી શકે તે માટે વેબસાઈટ અને એપ્સ પણ કાર્યરત કરવામાં આવી છે. દરમિયાન આજે આઈઆરસીટીસીની ઓનલાઈન સેવાઓ બંધ થતા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. મેઈનટેન્સના કારણે સેવાઓ બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે મેઈનટેન્સના પગલે ઓનલાઈન સેવાઓ રાતના 11 કલાક પછી બંધ કરવામાં આવે છે પરંતુ શનિવારે આ સવારે સેવાઓ બંધ રહેતા મુસાફરો અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયાં હતા.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની સેવાઓ ઠપ્પ થઈ હોવાનું જાણવા મળે છે. IRCTCની વેબસાઈટ આજે એટલે કે 6 મેના રોજ સવારે ડાઉન હતી, જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IRCTC ઈ-ટિકિટિંગ સેવા બંધ થઈ ગઈ હતી. આઈઆરસીટીસી વેબસાઈટની જેમ આઈઆરસીટીસી એપ પણ બંધ થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે. IRCTCની વેબસાઈટ પર મેસેજ આવી રહ્યો છે કે સાઈટની સર્વિસ મેઈન્ટેનન્સના કારણે બંધ છે. IRCTC વેબસાઈટનું મેઈન્ટેનન્સ કામ સામાન્ય રીતે રાત્રે 11 વાગ્યા પછી કરવામાં આવે છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પર સતત ફરિયાદ કરી રહ્યા છે કે સાઈટ ખોટરાઈ ગઈ છે. Downdetector, એક સાઇટ જે વેબસાઇટ આઉટેજને ટ્રેક કરે છે, તેણે પણ પુષ્ટિ કરી છે કે IRCTC ડાઉન છે.