મોટરકારમાં સેફ્ટી સુવિધા જ પ્રવાસીઓ માટે જોખમી બની રહી છે, આકસ્મિક ઘટના અટકાવવા ખાસ ધ્યાન રાખવું જરુરી
નવી દિલ્હીઃ આજે માર્કેટમાં જાણીતી કંપનીઓની મોટરકાર જોવા મળે છે અને માર્ગો ઉપર સામાન્યથી લઈને લકઝુરિયસ કાર દોડતી જોવા મળે છે. જો કે, ઘણી વાર લકઝુરિયર્સ મોટરકારમાં આપવામાં આવેલી સેફ્ટી સુવિધા પ્રવાસીઓ માટે જોખમી બની રહી છે, અગાઉ અનેકવાર મોટરાકરના અકસ્માત બાદ આગ સહિતની દુર્ઘટના બને છે. જેથી મોટરકારની ખરીદી પહેલા તેમની સેફ્ટી સુવિધાઓનો ખ્યાસ અભ્યાસ કરવો જોઈએ. મોટરકારમાં સેફ્ટી સુવિધામાં સર્જાતી ખામીને પગલે અંદર સવાર પ્રવાસીઓને જીવ ગુમવવો પડે છે. જેથી લકઝુરિયર્સ કારની નિયમિત સર્વિસ કરાવવી જોઈએ અને ઓર્થરાઈઝ્ડ સર્વિસ સેન્ટરમાં જ કારની સર્વિસ કરાવવી જોઈએ તેવુ જાણકારો માની રહ્યાં છે.
આજની આધુનિક કારોમાં ઘણા સેફ્ટી ફીચર્સ આવવા લાગ્યા છે. આ સુવિધાઓ કારની અંદર પ્રવાસ કરતા મુસાફરોને ગંભીર ઇજાઓથી બચાવે છે અને અકસ્માતના કિસ્સામાં તેમને સુરક્ષિત રાખે છે. હવે કાર ખરીદતી વખતે, મોટાભાગના લોકો માઇલેજ અને ડિઝાઇન તેમજ તેમાં ઉપલબ્ધ સુરક્ષા સુવિધાઓ પર ધ્યાન આપે છે. આ બતાવે છે કે કારમાં સેફ્ટી ફીચર્સ હોવું કેટલું જરૂરી છે. પરંતુ ચિંતાનો વિષય છે કે આ સેફ્ટી ફીચર્સ હવે જીવલેણ બની રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં કારના સેફ્ટી ફીચર્સમાં ખામીને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે. સામાન્ય કારની સાથે સાથે લક્ઝરી કારમાં પણ આવા કિસ્સા સામે આવ્યા છે.
તાજેતરમાં અનુજ શેરાવત નામનો વ્યક્તિ પોતાની લક્ઝરી કારમાંથી નોઈડા સેક્ટર 168માં પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. એલ્ડેકો ક્રોસ રોડ પાસે કાબુ ગુમાવતા તેમની કાર ડિવાઈડર અને ઝાડ સાથે અથડાઈ હતી. સેન્ટ્રલ નોઈડા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત પછી તરત જ કારમાં આગ લાગી ગઈ હતી, પરંતુ અનુજ કારમાંથી બહાર નીકળી શક્યો ન હતો કારણ કે ખામીને કારણે તેના તમામ દરવાજા લોક હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે અનુજ લગભગ 15 મિનિટ સુધી કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો રહ્યો પરંતુ દરવાજો ન ખૂલ્યો અને અંદર ધુમાડો ભરાવાને કારણે ગૂંગળામણને કારણે તેનું મોત થયું હતું.
(Photo-File)