1. Home
  2. ગુજરાતી
  3. શું તમારા વાળ ખૂબ ખરી રહ્યા છે તો હવે આ તેલ ઘરે જ બનાવો, વાળની દરેક સમસ્યાથી મેળવો છૂટકારો
શું તમારા વાળ ખૂબ ખરી રહ્યા છે તો હવે આ તેલ ઘરે જ બનાવો, વાળની દરેક સમસ્યાથી મેળવો છૂટકારો

શું તમારા વાળ ખૂબ ખરી રહ્યા છે તો હવે આ તેલ ઘરે જ બનાવો, વાળની દરેક સમસ્યાથી મેળવો છૂટકારો

0
Social Share
  • મેથીનું તેલ વાળને કરે છે કાળા
  • વાળી દરેક સમસ્યાને કરે છે દૂર

સામાન્ય રીતે આપણે દહીં અને મેથીની પેસ્ટને વાળમાં લગાવાના અનેક ફાયદાઓ વાંચ્યા કે સાંભળ્યા જ હશે જો કે આજે વાત કરીશું મેથીના તેલની જેનાથી વાળની અનેક સમસ્યાઓ દૂર થાય છે.મેથીના તેલથી વાળમાં થતો ખોળો અટકે છે સાથે જ ખરતા અને તૂટતા વાળ બંધ થાય છે તો બે મોઢા વાળા વાળની સમસ્યા પણ મેથીના તેલથી દૂર થાય છે, આ માટે તમે ઘરેજ મેથીનું તેલ બનાવી શકો છો.

જાણઓ મેથીના ગુણો

મેથીના દાણામાં વિટામિન A, K અને C મળી આવે છે. આ ઉપરાંત, તેમાં પોષક તત્વો હોય છે જે વાળને મજબૂત બનાવે છે, જે વાળ માટે ખૂબ સારા છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને આયર્નનો પણ સમાવેશ થાય છે. આ તેલ બનાવવા માટે આ સ્ટેપ ફોલો કરો.

આ રીતે બનાવો મેથીનું તેલ

મેથીનું તેલ બનાવવા માટે એક બાઉલમાં નારિયેળનું તેલ નાખો.આ તેલમાં 2 થી 3 ચમચી ભમેથીના દાણા નાખો. હવે આ બાઉલને ગેસ પર ઘીમી આંચ પર થોડી વાર ગરમ કરો. તેલમાં મેથીના દાણા કાળા ન થાય ત્યાં સુધી તેલને ગરમ કરતા રહો
ત્યાર બાદ આ તૈયાર તેલને ગાળી લો.

કઈ રીતે કરવો ઉપોગ

  • આ સાથે જ રોજે રોજ પણ આ તેલથી વાળમાં માલીશ કરી શ કો છો તેનાથી ખરતા વાળ બંધ થાય છે
  • આ તેલથી તમે માથાની માલિશ કરી શકો છો. આ તેલ વાળ ધોવાના એક કલાક પહેલા લગાવી શકાય છે અથવા તો તમે એક રાત પહેલા પણ વાળના છેડાથી મૂળ સુધી લગાવી શકો છો.
  • આ તેલને વાળમાં લગાવીને રહેવા દેવાથી વાળમાં થતા સફેદ દાણો દૂર થાય છે સાથે વાળ કાળા કરવામાં મદદ મળે છે.
  • આ તેલના ઉપયોગથી વાળનો ગ્રોથ પણ વધે છે તમારા નાની ઉંમરે સફેદ થતચા વાળ કાળા બને છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code