1. Home
  2. ગુજરાતી
  3. તમારો ફોન હેક થઈ ગયો છે કે પછી કોઈ ટ્રેક કરી રહ્યું છે? જાણો
તમારો ફોન હેક થઈ ગયો છે કે પછી કોઈ ટ્રેક કરી રહ્યું છે? જાણો

તમારો ફોન હેક થઈ ગયો છે કે પછી કોઈ ટ્રેક કરી રહ્યું છે? જાણો

0
Social Share
  • સુવિધાની સાથે જ આવે છે દુવિધા
  • બેસ્ટ ઉદાહરણ ડિજિટલ દુનિયા
  • સ્માર્ટ ફોનથી થાય છે ફાયદા અને નુક્સાન

ટેક્નોલોજી જેટલી ફાયદાકારક છે તે એટલી જોખમી પણ છે. ટેક્નોલોજીના જેટલા ફાયદા છે એટલા જ સામે નુક્સાન પણ છે. આવામાં ક્યારેક જો તમારા ફોનની બેટરી અથવા ડેટા જલ્દી ખતમ થઈ જાય છે તો ચેક કરો કે તમારો ફોન હેક તો નથી થઈ ગયો ને? અથવા કોઈ ટ્રેક તો નથી કરી રહ્યું ને?

સ્માર્ટફોન લોકેશનને ટ્રેક કરે છે અને જો તમારા લોકેશનની માહિતી ખોટા હાથમાં આવી જાય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એ જ રીતે, હેકર્સ ક્યારેક લોકોના ફોનને ટ્રેક કરે છે અને તેમના મેસેજ વાંચે છે, કૉલ્સ સાંભળે છે, એટલું જ નહીં, તેઓ કેમેરાથી તમારો ફોટો પણ લઈ શકે છે.

જો તમારા ફોનનો ડેટા ઝડપથી ખતમ થઈ રહ્યો છે તો સંભવ છે કે તમારા ફોનમાં માલવેર છે. માલવેર તમારા ફોનમાંથી અન્ય ઉપકરણો પર ડેટા મોકલે છે. સ્વાભાવિક રીતે ડેટા મોકલવા માટે ઈન્ટરનેટની જરૂર છે. જો તમે એન્ડ્રોઈડનો ઉપયોગ કરો છો તો તમે સેટિંગ્સમાં જઈને ડેટા વપરાશ જોઈ શકો છો. તમારા ફોન પરની કઈ એપ કેટલો ડેટા વાપરે છે તે તપાસો.

મોબાઈલની બેટરી ઝડપથી ખતમ થઈ રહી છે તો તેના માટે ઘણા કારણો હોઈ શકે છે. આમાંથી એક એ પણ હોઈ શકે છે કે તમારો ફોન ટ્રેક થઈ રહ્યો છે તો તમારા ફોનની ઈન્સ્ટોલ કરેલી એપ્સ પર જાઓ અને તપાસો કે કઈ એપ તમારા ફોનની બેટરીને ખતમ કરી રહી છે. જો કોઈ એપ વધુ બેટરી ડ્રેન નથી કરી રહી તો સેફ સાઈડ રહેતા ફોન ડેટાનો બેકઅપ લો અને ફોનને ફેક્ટરી રીસેટ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code