1. Home
  2. ગુજરાતી
  3. ઈઝરાયલ માત્ર પહેલુ લક્ષ્ય, સમગ્ર દુનિયામાં અમારો કાયદો હશેઃ હમાસના કમાન્ડરની ધમકી
ઈઝરાયલ માત્ર પહેલુ લક્ષ્ય, સમગ્ર દુનિયામાં અમારો કાયદો હશેઃ હમાસના કમાન્ડરની ધમકી

ઈઝરાયલ માત્ર પહેલુ લક્ષ્ય, સમગ્ર દુનિયામાં અમારો કાયદો હશેઃ હમાસના કમાન્ડરની ધમકી

0
Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હુમલા બાદ હમાસના કમાન્ડર મહમુદ અલ જહરનો એક મિનિટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેમણે પુરી દુનિયા ઉપર પ્રભાવ વધારવાનો દાવો કર્યો હતો. કમાન્ડર મહમુદ અલ જહરની આ ધમકી એવા સમયે સામે આવી છે જ્યારે હમાસે ઈઝરાયલ ઉપર રોકેટ હુમલા બાદ સેંકડો ઈઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યાં છે.

હમાસએ 7મી ઓક્ટોબરના રોજ ઈઝરાયલ ઉપર હવાઈ હુમલો કર્યો હતો. તેમજ હમાસના આતંકવાદીઓ હથિયારો સાથે ઈઝરાયલમાં ઘુસી ગયા હતા અને અનેક નિર્દોશોને મોતને ઘાટ ઉતાર્યાં હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 1200થી વધારે ઈઝરાયલના નાગરિકોના મોત થયાં છે. જ્યારે હજારો વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે. આ હુમલા બાદ હમાસના કમાન્ડર મહમુદ અલ જહરએ વીડિયો જાહેર કરીને સમગ્ર દુનિયાને ચેતવણી આપી છે. હમાસના કમાન્ડરે વીડિયોમાં કહ્યું છે કે, ઈઝરાયલ માત્ર પહેલુ લક્ષ્ય છે, સમગ્ર દુનિયા અમારા કાનૂનની અંદર આવી જશે. 510 મિલિયન વર્ગ કિલોમીટરવાળી સમગ્ર દુનિયામાં એક વ્યવસ્થા હેઠળ આવશે. જ્યાં કોઈ અન્યાય નહીં થાય, કોઈ ઝુલ્મ નહીં થાય અને કોઈ ગુનો નહીં થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે હમાસનો ખાતમો બોલવવા માટે અભિયાન શરૂ કર્યું છે. તેમજ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં હુમલાના મુખ્ય સુત્રધાર મનાતા મોહમ્મદ દૈફના પરિવારના નિવાસ સ્થાન ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં દૈફના પિતા અને ભાઈ સહિતના પરિવારજનોના મોત થયાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code