1. Home
  2. ગુજરાતી
  3. ઈસરો ચીફ એસ. સોમનાથને થયું કેન્સર, ચંદ્રયાન-3 સમયે બગડવા લાગી હતી તબિયત
ઈસરો ચીફ એસ. સોમનાથને થયું કેન્સર, ચંદ્રયાન-3 સમયે બગડવા લાગી હતી તબિયત

ઈસરો ચીફ એસ. સોમનાથને થયું કેન્સર, ચંદ્રયાન-3 સમયે બગડવા લાગી હતી તબિયત

0
Social Share

બેંગલુરુ: ઈસરો એટલેકે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચીફ એસ. સોમનાથ કેન્સર પીડિત છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ખુદ તેમણે જ પોતાની ગંભીર બીમારીનો ખુલાસો કર્યો છે. તેમણે જાણકારી આપી છે કે આદિત્ય-એલ-1 મિશનના લોન્ચિંગ દરમિયાન જ તેમને કેન્સર બાબતે ખબર પડી ગઈ હતી. એટલું જ નહીં કહેવામાં આવે છે કે ઐતિહાસિક ચંદ્રયાન-3 મિશન દરમિયાન જ તેમને આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગી હતી.

એસ. સોમનાથે કહ્યુ હતુ કે જે દિવસે આદિત્ય એલ-1 મિશન લોન્ચ થયું, બરાબર તે દિવસે તેમને બીમારી બાબતે ખબર પડી હતી. રિપોર્ટ મુજબ, સોમનાથે કહ્યુ છે કે આ ખબર માત્ર તેમના માટે જ નહીં, પણ આખા પરિવાર માટે એક આંચકા સમાન હતી. ગત 23 ઓગસ્ટે ચંદ્રયાન-3એ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો હતો.

ગત વર્ષ 2 સપ્ટેમ્બરે આદિત્ય એલ-1 મિશન લોન્ચ થયું હતું. આ દરમિયાન એસ. સોમનાથને પણ તપાસ અને સ્કેનિંગમાં પેટમાં કંઈક વધવાની વાતની ખબર પડી હતી. રિપોર્ટ મુજબ, જાણકારી મળતા જ તેઓ આગળની તપાસ માટે તમિલનાડુના પાટનગર ચેન્નઈ રવાના થયા. તેમને હેરિડિટરી બીમારીની ખબર પડી. અહેવાલ છે કે ત્યારે થોડાક જ દિવસોમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે તે ગંભીરપણે બીમાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code